
વાઇબ્રન્ટ ગુજરાત 2024 હેઠળ જર્મની ખાતે ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળે ગુજરાતમાં ગ્રીનફિલ્ડ રોકાણ માટે એલાન્ટાસ GMBH અને તેમના ભાગીદારો સાથે સમજૂતી કરાર(MoU) પર હસ્તાક્ષર કર્યા હતા. આ એમઓયુનો ઉદ્દેશ્ય ઈમ્પોર્ટ સબસ્ટીટ્યુશન પર ફોક્સ્ડ પ્રોડક્ટસનું ઉત્પાદન કરવાનો અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે એક પગલું આગળ વધારવાનો છે. એલાન્ટાસ GMBH અને તેના ભાગીદારો ગુજરાતમાં એક અત્યાધુનિક પ્લાન્ટ સ્થાપવા માટે ₹500 કરોડથી વધુનું રોકાણ કરશે.