
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા કયુએક્સ ગ્લોબલના ચેરમેન અને ગૃપ સીઇઓનું બહુમાન કરાયું
કયુએક્સ ગ્લોબલના ચેરમેન ક્રીસ રોબીન્સન અને ગૃપ સીઇઓ ફ્રાંક રોબીન્સને રાજયના મુખ્યપ્રધાન શ્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યકત કર્યો
યુનાઇટેડ કિંગડમ-યુકેની ક્યુએક્સ ગ્લોબલ કંપનીના વડાએ તેના બિઝનેસના ૨૦ વર્ષ ગુજરાતમાં પુર્ણ કરવાનાં સંદર્ભમાં રાજયના વિઝનરી મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષમાં અમને મળેલા આવકાર ,બિઝનેસ ફ્રેંડલી વાતાવરણ અને તેના થકી અમે કરેલા વિસ્તરણ બદલ અમે ગુજરાત સરકારનો આભાર માન્યો હતો. અને ખાસ કરીને ૨૦૦૩માં હાલના વડ઼ાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને તે વખતના રાજયના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અમે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૦૩માં ગુજરાતમાં રોકાણ કરવા કરાર કર્યા હતા અને તે સફર હવે બે દાયકા વટાવી ચુકી છે, તેવા સંજોગોમાં વડાપ્રધાનનો પણ અમે આભાર માન્યો હતો.
રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા કયુએક્સ ગ્લોબલના ચેરમેન અને ગૃપ સીઇઓનું તેમની ગુજરાત સાથેના બે દાયકાના જોડાણને બિરદાવતા બહુમાન કરવામાં આવ્યુ હતું. મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની IT/ITES પોલિસીએ સરકારની દુરંદેશિતાનું ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાત આ બિઝનેસ સેક્ટર માટે સાનુકુળ છે એ ક્યુએક્સ-(QX Global) ની ગ્રોથ સ્ટોરીએ પુરવાર કર્યુ છે.
ફાઇનાન્સ એકાઉન્ટ્સ, રીક્રુટમેન્ટ, પે-રોલ, આઇટી સોફટવેર, અને કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસ આપતી વૈશ્વિક કંપની કયુએક્સ ગ્લોબલના સ્થાપક અને ચેરમેન ક્રીસ રોબીન્સન અને ગૃપ સીઇઓ ફ્રાંક રોબીન્સને રાજયના મુખ્યપ્રધાન શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની મુલાકાત લઇને ખાસ આભાર માનતા જણાવ્યું હતું કે, કે આપની સરકાર છેલ્લા ૨૦ વર્ષમાં અમારી સંસ્થાને મળેલા આવકાર અને માર્ગદર્શન બદલ આપનો વધુ એકવાર આભાર સાથે વાઇબ્રન્ટ ગુજરાત જેવી ગુજરાતમાં રોકાણ આક્રર્ષતી મેગા ઇવેન્ટને ૨૦ વર્ષથવા બદલ આપને અને આપની ટીમને અભિનંદન.
આ પ્રસંગે રાજયના મુખ્ય સચિવ રાજકુમાર , અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને વિજ્ઞાન અને ટેકનોલોજી સચિવ, વિજય નેહરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત અમે પણ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૦૩થી ગુજરાત સાથે જોડાયા હતા અને આ આવકાર આપતી મેગાઇવેન્ટ થકી અમે ભારતમાં પ્રથમવાર ગુજરાત રાજયમાં બિઝનેસ શરુ કર્યો અને આજે અમે વિશ્વભરમાં પોતાનો બિઝનેસ વિસ્તારી રહ્યા સાથે દેશના અન્ય રાજયોમાં પણ કામગીરી કરી રહ્યા છે. QX બ્રાન્ડ હેઠળ, 3000 થી વધુ પ્રોફેશનલ્સ- વ્યાવસાયિકો અમારી કામગીરી માટે વિવિધ વિભાગો દ્વારા સહયોગ કરીને અમારા ગ્રાહકોને વધુ કાર્યક્ષમ બનાવે છે અને તેમના વ્યવસાયિક લક્ષ્યો હાંસલ કરવામાં મદદરૂપ બને છે.
ક્યુએક્સ ગ્લોબલ ગ્રુપ ,QX Global Services Private Limited એ એક બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ કંપની છે જે ફાઇનાન્સ, એકાઉન્ટ્સ, ભરતી, પેરોલ, IT સોફ્ટવેર અને કોર્પોરેટ એડવાઇઝરી સેવાઓ પૂરી પાડે છે. અમારું કોર્પોરેટ હેડક્વાટર સ્કિપ્ટન, નોર્થ યોર્કશાયરમાં છે, જે સાથે ન્યૂ જર્સીમાં અમેરિકન ઓફિસ, કેનેડિયન ઓફિસ અને ભારતમાં સૌ પ્રથમ અમદાવાદમાં પછી હૈદરાબાદ,વડોદરા, મુંબઈ અને નોઈડામાં એમ કુલ પાંચ ભારતીય સબસિડિયરી ઑફિસ ધરાવે છે.