વડોદરાની નિયોપોલિટન પીઝા એન્ડ ફુડ લિ. નો SME આઈપીઓ તારીખ ચોથી ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે…… વડોદરાની ફૂડ સેગમેન્ટમાં પિઝ્ઝા કયુએસઆર ચેઈન ધરાવતી અને કોમોડિટી બિઝનેસ કરતી નિયોપોલિટન પિઝ્ઝા એન્ડ ફુડ લિમીટેડ કંપની આઈપીઓ લાવી છે. આ આઈપીઓ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ તારીખ ચાર ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે. નિયો પોલિટન પિઝ્ઝા એન્ડ ફુડ લિ.ના પ્રમોટર મુકુન્દ પુરોહિત અને આરતી મુકુંદ પુરોહિત છે.
વર્ષ 2011 થી શરૂ થયેલી આ ફૂડ કંપની હાલમાં 22 આઉટલેટ ધરાવે છે. જેમાં ગુજરાત ઉપરાંત કાશી, બિહાર ,પુના માં પણ તેની હાજરી ધરાવે છે. આ આઈપીઓ ફંડ થકી કંપનીના વધુ 16 આઉટલેટ ખુલશે અને ફ્રેન્ચાઇઝ નેટવર્ક વિસ્તાર કરશે. ઉપરાંત કંપનીએ અમેરિકામાં પોતાની સબસીયડરી કંપની સ્થાપી છે જેનો એક સ્ટોર ચાલુ છે, ત્યાં પણ આઈપીઓ થકી વિસ્તરણ કરવામાં આવશે. ક્વિક સર્વિસ રિટેલ- ક્યુએસઆર આઉટલેટ ની સાથે કંપની કોમોડિટી ટ્રેડિંગ સાથે પણ સંકળાયેલી છે.
કંપનીનો નાણાકીય વર્ષ માર્ચ 2023 માં રેવન્યુ રૂ.20.04 કરોડ હતું તે માર્ચ 2024 માં રૂ.44.01 કરોડ રહ્યો હતો અને કંપનીનો માર્ચ 2023 માં નફો રૂ.1.16 કરોડ હતું તે માર્ચ 2024 માં 2.10 કરોડ રહ્યો છે .