
Smartworks Coworking Spaces નો IPO 14 જુલાઈએ બંધ થશે
સ્માર્ટવર્ક્સ લિમીટેડનો આઇપીઓ (initial public offer) માટે બિડ/ઓફરનો સમયગાળો ગુરુવાર, 10 જુલાઈ, 2025 ના રોજ ખુલ્યો હતો જે આગામી 14 જુલાઇએ બંધ થશે. કુલ ઓફર સાઇઝમાં કંપની દ્વારા ₹ 4,450 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યુ (“ફ્રેશ ઇશ્યુ”) અને કંપનીના કેટલાક વર્તમાન શેરધારકો (“વેચાણકર્તા શેરધારકો”) દ્વારા 3,379,740 ઇક્વિટી શેર્સ સુધીનો ઓફર ફોર સેલ (“ઓફર ફોર સેલ”) નો સમાવેશ થાય છે. કર્મચારી અનામત ભાગ હેઠળ બિડિંગ કરતા પાત્ર કર્મચારીઓને પ્રતિ ઇક્વિટી શેર ₹ 37 ની છૂટ ઓફર કરવામાં આવી રહી છે.
કંપની ₹ 1,140 મિલિયન સુધીની તેની કેટલીક બાકી લોનની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી/પ્રીપેમેન્ટ/રીડેમ્પશન, નવા કેન્દ્રોમાં ફિટ-આઉટ્સ માટે મૂડી ખર્ચ અને નવા કેન્દ્રોની સિક્યોરિટી ડિપોઝિટ માટે ₹ 2,258.40 મિલિયન સુધીનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂકે છે, અને બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશ...