ઉદ્યોગ સાહસિકોના ગ્લોબલ નેટવર્ક એવા TiE અમદાવાદના પ્રેસિડન્ટ તરીકે જૈમિન શાહ નિયુક્ત
વિનીત પારીખ વાઇસ પ્રેસિડન્ટ, પાર્થ દેસાઈ ઓનરરી સેક્રેટરી
ધ ઇન્ડસ એન્ટરપ્રિનીયોર(TiE),ઉદ્યોગ સાહસિકોના વૈશ્વિક નેટવર્કના ભાગ એવા TiE Ahmedabad ચેપ્ટરમાં 2026–2028 કાર્યકાળ માટે નવી નેતૃત્વ ટીમની જાહેરાત કરવામાં આવી છે, ટાઇ અમદાવાદએ અમદાવાદ શહેરની ઉદ્યોગસાહસિકતાની ઇકોસિસ્ટમમાં નવી ઉર્જા અને દિશા લાવવાની સતત કાર્યરત છે. આ ટાઇ અમદાવાદ સંસ્થાના પ્રેસિડન્ટ તરીકે દેવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી લિમીટેડના મેનેજીંગ ડિરેકટર અને સીઇઓ જૈમીન શાહને નિયુક્ત કરવામાં આવ્યા છે.અનુભવી ઉદ્યોગસાહસિક અને ટેક્નોલોજી દ્રષ્ટા તરીકે જૈમિન શાહે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ઇનોવેશનને આગળ ધપાવતાં અનેક વ્યાપારોને સફળતાપૂર્વક વિકસાવ્યા છે. તેમની આગેવાની હેઠળ TiE અમદાવાદ ‘એન્ટ્રપ્રિન્યોરિયલ સ્પિરિટ’, ઇનોવેશન-ડ્રિવન ગ્રોથ અને સ્ટાર્ટઅપ સ્કેલિંગ માટે વધુ મજબૂત પ્લેટફોર્મ ઊભું કરવાની દિશામાં આગળ વધશે. તેઓ ફાઉન્ડર્સને સશક્ત બ...


