હરિયાણા ચૂંટણીમાં કોંગ્રેસની હારના પડઘા મુંબઈની ધારાવીમાં પડ્યા
મહારાષ્ટ્રમાં આગામી ચૂંટણીમાં કોંગ્રેસની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા વર્ષા અને તેની બહેન જ્યોતિ ગાયકવાડ પર આપ નેતાના આકરા પ્રહાર મુંબઈઃ ઑક્ટોબર 8 ના રોજ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોના ગણતરીના કલાકોમાં, કોંગ્રેસના કેટલાક સાથીઓએ પાર્ટીને “તેના અતિશય આત્મવિશ્વાસનું આત્મનિરીક્ષણ” કરવાનું કહ્યું છે. મહારાષ્ટ્રના રાજકીય સૂત્રોએ જણાવ્યું હતું કે ઉદ્ધવ સેનાના નેતાઓએ પણ મહારાષ્ટ્રમાં આગામી ચૂંટણીમાં સારો દેખાવ કરવાની કોંગ્રેસની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા.
હવે, હરિયાણાના ચૂંટણી પરિણામો ધારાવીમાં પડઘો પાડી રહ્યા છે, જ્યાં પહેલેથી જ કોંગ્રેસના વર્તમાન સાંસદ વર્ષા ગાયકવાડ દ્વારા ‘ભત્રીજાવાદ’ની રમઝટ ચાલી રહી છે. ધારાવીથી વિધાનસભા ચૂંટણી લડવા માટે કોંગ્રેસની ટિકિટ માટે વર્ષા ગાયકવાડ તેની બહેન જ્યોતિ ગાયકવાડ માટે તૈયારી કરી રહી હોવાની રાજકીય ચર્ચા વચ્ચે, આમ આદમી પાર્ટીના મુંબઈના નેતા એડવોકેટ સંદીપ ...