Sunday, July 13News That Matters

Smartworks Coworking Spaces નો IPO 14 જુલાઈએ બંધ થશે

સ્માર્ટવર્ક્સ લિમીટેડનો આઇપીઓ (initial public offer) માટે બિડ/ઓફરનો સમયગાળો ગુરુવાર, 10 જુલાઈ, 2025 ના રોજ ખુલ્યો હતો જે આગામી 14 જુલાઇએ બંધ થશે. કુલ ઓફર સાઇઝમાં કંપની દ્વારા ₹ 4,450 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યુ (“ફ્રેશ ઇશ્યુ”) અને કંપનીના કેટલાક વર્તમાન શેરધારકો (“વેચાણકર્તા શેરધારકો”) દ્વારા 3,379,740 ઇક્વિટી શેર્સ સુધીનો ઓફર ફોર સેલ (“ઓફર ફોર સેલ”) નો સમાવેશ થાય છે. કર્મચારી અનામત ભાગ હેઠળ બિડિંગ કરતા પાત્ર કર્મચારીઓને પ્રતિ ઇક્વિટી શેર ₹ 37 ની છૂટ ઓફર કરવામાં આવી રહી છે.

કંપની ₹ 1,140 મિલિયન સુધીની તેની કેટલીક બાકી લોનની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી/પ્રીપેમેન્ટ/રીડેમ્પશન, નવા કેન્દ્રોમાં ફિટ-આઉટ્સ માટે મૂડી ખર્ચ અને નવા કેન્દ્રોની સિક્યોરિટી ડિપોઝિટ માટે ₹ 2,258.40 મિલિયન સુધીનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂકે છે, અને બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે (“ઓફરના હેતુઓ”).

ઓફર ફોર સેલમાં NS Niketan LLP દ્વારા 490,000 ઇક્વિટી શેર્સ સુધી, SNS Infrarealty LLP (“પ્રમોટર વેચાણકર્તા શેરધારકો”) દ્વારા 310,000 ઇક્વિટી શેર્સ સુધી અને Space Solutions India Pte. Ltd. (અગાઉ Lisbrine Pte Limited) (“ઇન્વેસ્ટર વેચાણકર્તા શેરધારકો”) દ્વારા 2,579,740 ઇક્વિટી શેર્સ સુધીનો સમાવેશ થાય છે (સામૂહિક રીતે, “ઇન્વેસ્ટર વેચાણકર્તા શેરધારકો”).

એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફરનો સમયગાળો બુધવાર, 9 જુલાઈ, 2025 ના રોજ ખુલ્યો હતો અને સોમવાર, 14 જુલાઈ, 2025 ના રોજ બંધ થશે.

ઓફરની પ્રાઇસ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર ₹ 387 થી ₹ 407 નક્કી કરવામાં આવી છે. ઓછામાં ઓછા 36 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 36 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં બિડ કરી શકાય છે.

JM Financial Limited, BOB Capital Markets Limited, IIFL Capital Services Limited (અગાઉ IIFL Securities Limited તરીકે જાણીતું) અને Kotak Mahindra Capital Company Limited આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *