
EBIDTA માં 131 % નો ઉછાળો, વેચાણમાં વર્ષદરમિયાન 23.6% વૃદ્ધિ
અમદાવાદ, 13 ઑગસ્ટ 2025: ગ્રીન એનર્જી ક્ષેત્રે કાર્યરત ઝોડિયાક એનર્જી લિમિટેડએ 30 જૂન 2025ને અંતે પૂર્ણ થયેલા આર્થિક વર્ષની પ્રથમ ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે, જેમાં મુખ્ય કામગીરીના તમામ માપદંડોમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે. નાંણાકિય વર્ષ Q1 FY2026ના મુખ્ય પરિણામમાં વેચાણ ₹98.05 કરોડ, જે Q1 FY2025ના ₹79.34 કરોડની સરખામણીએ 23.6%નો ઉછાળો દર્શાવે છે.
EBIDTA ₹9.68 કરોડ, જે અગાઉના આજ સમયગાળાના ₹4.19 કરોડની સરખામણીએ 131% વૃદ્ધિ દર્શાવે છે. EBIDTA માર્જિન Q1 FY2025ના 5.28% થી વધીને Q1 FY2026માં 9.87% થયો છે. જે 459 બેસિસ પોઇન્ટ્સનો ઉછાળો થયો છે. આ ઉપરાંત
કર બાદ નફો (PAT) ₹2.69 કરોડ, જે જે અગાઉના આજ સમયગાળાના ₹2.33 કરોડની સરખામણીએ 15.5% વૃદ્ધિ છે.સાથે FY2025ના વાર્ષિક પરિણામોમાં ઝોડિયાક એનર્જીએ ₹407.78 કરોડનું વેચાણ નોંધાવ્યું, જે FY2024ના ₹220.06 કરોડ કરતાં 85.3% વધારે છે. EBIDTAમાં 95.3%નો વધારો થઈ ₹37.03 કરોડ થયો, જ્યારે PAT 82% વધીને ₹19.97 કરોડ રહ્યો.
પરિણામો અંગે કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કુંજ શાહે જણાવ્યું હતું કે, “પ્રથમ ત્રિમાસિક ગાળાની મજબૂત કામગીરી અમારા ઓપરેશનલ કાર્યક્ષમતા, પ્રોજેક્ટ એક્ઝિક્યુશન અને બજારમાં વિસ્તરણ પરના સતત ફોકસનું પ્રતિબિંબ છે. EBIDTAમાં થયેલો મોટો ઉછાળો અમારી નફાકારકતા પ્રોફાઇલના સુધારાને દર્શાવે છે, જ્યારે PATમાં થયેલી સ્થિર વૃદ્ધિ અમારી બિઝનેસ મોડલની મજબૂતી સાબિત કરે છે. અમને વિશ્વાસ છે કે આ ગતિશીલતા નાણાકીય વર્ષના બાકીના સમયમાં પણ જાળવી શકીશું.”
કંપની વિશે:
ઝોડિયાક એનર્જી લિમિટેડ એક અગ્રણી રિન્યુએબલ ઊર્જા સોલ્યુશન પ્રદાતા છે, જે સોલાર પાવર પ્લાન્ટના ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન અને કમિશનીંગના કારોબારમાં સક્રિય છે. કંપની નવીન અને ખર્ચ-અસરકારક સોલ્યુશન્સ દ્વારા ભારતના સ્વચ્છ ઊર્જા પરિવર્તનને ગતિ આપવા પ્રતિબદ્ધ છે.