Saturday, February 21News That Matters

WHOની ચેતવણીના એક વર્ષ પછી, ભારતમાં એન્સેફેલીટીસના અંકુશમાં પ્રગતિ થઇ વહેલા નિદાન માટે નવેસરના પ્રયાસો

: ભારતે છેલ્લા દાયકામાં એન્સેફેલીટીસ રોગનો સામનો કરવામાં અને તેને અટકાવવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે જે અદ્યતન તબીબી ઉપચાર, સારસંભાળ, વ્યાપક રસીકરણ અને આ રોગ ઉપર દેખરેખ રાખવાના થયેલા પ્રયાસોને આભારી છે. જો કે, નિષ્ણાતો તો હજીય ચેતવણી આપે છે કે આ પ્રગતિ અસમાન રહી છે. હજીય આ રોગના નિદાન અને ઉપચાર થવામાં વિલંબ થાય છે. પરિણામે, મૃત્યુ અને મગજની લાંબા ગાળાની બીમારીઓને અટકાવી શકાઈ  હોત.

કોઈને પણ થઇ શકે એવા ફલૂ જેવા ચિન્હોથી શરૂ થતા અને આગળ જતા મૃત્યુમાં પરિણમતા આ રોગની વહેલી ઓળખ કરવામાં ઘણા નિષ્ફ્ળ જાય છે. વિશ્વ એન્સેફેલીટીસ દિન 2026 નિમિત્તે, વૈશ્વિક સ્તરે નહીં નફો- નહીં નુક્શાનના ધોરણે કામ કરતી સંસ્થા  એન્સેફેલીટીસ ઇન્ટરનેશનલ આ એન્સેફેલીટીસ રોગની વહેલી ઓળખ કરવા માટે નવેસરથી પ્રયાસો કરવાનો અનુરોધ કરે છે.

આ રોગ વૈશ્વિક આરોગ્ય ઉપર જોખમ બની શકે એની સંભાવનાને ધ્યાનમાં રાખીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ 2025માં, એન્સેફેલીટીસ વિશે પહેલી વાર  તેની ટૂંકી ટેક્નિકલ માહિતી પ્રગટ કરી હતી. આ સંસ્થાએ રાષ્ટ્રોને આ બીમારી ઉપર  દેખરેખ રાખવાનો,  રસીકરણ માટેની યોજનાઓ બનાવવાનો, વહેલા નિદાન અને સારવાર પદ્ધતિ વિકસાવવાનો અને જાહેર જાગૃતિને વધારવાનો અનુરોધ કર્યો હતો. આ સંક્ષિપ્ત નોંધને પગલે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં એન્સેફેલીટીસનો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય એજન્ડામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

ભારતનો અનુભવ પ્રગતિ અને ઉભરતા પડકારો પ્રતિબિંબિત કરે છે.

રાષ્ટ્રીય ડેટા દર્શાવે છે કે એક્યુટ એન્સેફેલીટીસ સિન્ડ્રોમ (AES) ધરાવતા દર્દીઓનો મૃત્યુદર જે 2015માં લગભગ 12.3% હતો તે ઘટીને 2022માં આશરે 3.9% થયો હતો. આ સૂચવે છે કે  આરોગ્ય અને દર્દીની સારવાર પદ્ધતિમાં સુધારા થયા છે.

પરંપરાગત રીતે આ રોગ જ્યાં  સૌથી વધુ દેખાય છે એવા રાજ્યોમાંના એક ઉત્તર પ્રદેશમાં, જાપાનીઝ એન્સેફેલીટીસ (JE)ના નોંધાયેલા કેસ 2018 અને 2022 દરમ્યાન એકધારા ઘટ્યા હતા. સરકારના બાળપણથી જ રસી મુકાવવાના કાર્યક્રમો અને આ રોગની ઓળખ તથા નિદાન કરવાની વિકસીત પદ્ધતિને કારણે આ સંભવ બન્યું હતું. એ છતાં, આ રોગ બાળપણથી લાગુ થવાને બદલે વયસ્કોને લાગવો શરૂ થયો એ બતાવે છે કે તે લાગુ થવાની શક્યતા લંબાઈ છે પણ રસી મુકાવવાના પ્રયાસોમાં હજીય અવરોધો છે.

તાજેતરના ભારતીય અભ્યાસોનું તારણ એ આવ્યું છે કે એન્સેફેલીટીસ માત્ર એક રોગ નથી.  ઉત્તર ભારતમાં 2025ના એક સંભવિત અભ્યાસમાં  જણાયું છે કે સ્ક્રબ ટાયફસને એક્યુટ એન્સેફેલીટીસના મુખ્ય ચિન્હ ઓળખવામાં આવ્યું છે. આ ચિન્હમાં  ચિકનગુનિયા વાયરસ સૌથી સામાન્ય વાયરલ તરીકે સામે આવ્યો હતો. જેમ જેમ નિદાન પદ્ધતિ સુધરે અને AES ની વ્યાખ્યા વિસ્તૃત થતી જાય, અન્ય ગંભીર ચેપી કારણો સામે આવતા જાય, તેમ તેમ એન્સેફેલીટીસ રોગની સંકુલતા વધે છે.

આ વિકસતી પેટર્ન સમજાવે છે કે “ક્લાસિક” જાપાનીઝ એન્સેફેલીટીસ સામે સ્પષ્ટ લાભો હોવા છતાં, ભારતમાં એન્સેફેલીટીસ જાહેર આરોગ્ય સ્તર માટે એક મહત્વપૂર્ણ પડકાર છે.

“WHO ટેકનિકલ બ્રીફથી એન્સેફેલીટીસને પડછાયામાંથી બહાર કાઢીને વૈશ્વિક આરોગ્ય એજન્ડામાં ખસેડવામાં મદદ મળી. ભારત જેવા દેશોમાં, આપણે વધુ સારી ક્લિનિકલ સંભાળ અને રસીકરણ કાર્યક્રમો દ્વારા જીવન ટકાવી રાખવામાં મહત્વપૂર્ણ સુધારો જોઈ રહ્યા છીએ. પરંતુ પ્રગતિ અસમાન છે. ઘણા લોકો હજી પણ ગંભીર પરિણામોનો અનુભવ કરે છે કારણ કે એન્સેફેલીટીસની ઓળખ વહેલી તકે થતી નથી. તે માટેની ખૂટતી કડી જાગૃતિનો અભાવ છે – અને ચેતવણી ચિહ્નોને ઓળખવાથી જીવન બચાવી શકાય છે,” એમ એન્સેફેલીટીસ ઇન્ટરનેશનલના ચીફ એક્ઝિક્યુટિવ ડૉ. એવા ઇસ્ટને જણાવ્યું હતું.

વૈશ્વિક સ્તરે, એન્સેફેલીટીસ પ્રત્યેક મિનિટે ત્રણ લોકોને લાગુ થાય છે, છતાં દસમાંથી લગભગ આઠ લોકોને ખબર નથી કે તેની  શું બીમારી છે. આના કારણે આ રોગના નિદાન અને સારવારમાં ઘાતક વિલંબ થાય છે.

ફ્લેમ્સ (FLAMES)નો પરિચય: એક સરળ ટૂંકાક્ષર જે જીવન બચાવી શકે છે

જાગૃતિના અંતરને દૂર કરવા માટે, એન્સેફેલીટીસ ઇન્ટરનેશનલે “બ્રેઇન ઇન ફ્લેમ્સ” લોન્ચ કર્યું છે, જે તાત્કાલિક તબીબી સહાયની જરૂર હોય તેવા એન્સેફેલીટીસના સૌથી સામાન્ય ચેતવણી ચિહ્નોને પ્રકાશિત કરે છે.

FLAMES નો અર્થ છે:

F – ફ્લૂ જેવા લક્ષણો

L – બેભાન થવું

A – માથાનો તીવ્ર દુખાવો

M – યાદશક્તિની સમસ્યા

E – માનસિક અથવા શારીરિક વર્તણુકમાં ફેરફાર

S – તાણ આવવી

સંસ્થા જાહેર અને બિન-નિષ્ણાત આરોગ્યસંભાળ પ્રદાતાઓને વિનંતી કરે છે કે જો આ લક્ષણો હાજર હોય તો તાત્કાલિક તબીબી સંભાળ મેળવો.

પગલા લેવા માટે આહવાન

એન્સેફેલીટીસ ઇન્ટરનેશનલ દર વર્ષે 22 ફેબ્રુઆરીના રોજ વિશ્વ એન્સેફેલીટીસ દિવસનું નેતૃત્વ કરે છે અને સમગ્ર ભારતમાં લોકોને પ્રોત્સાહિત કરે છે:

• ફ્લેમ્સના ચેતવણી ચિહ્નોને શીખો અને શેર કરો

• આ દિવસે લાલ રંગના કપડાં પહેરો અને #Red4WED અને #WorldEncephalitisDay નો ઉપયોગ કરીને ફોટા અથવા વિડિઓઝ શેર કરો

• ચાલુ વિશ્વ એન્સેફાલીટીસ દિવસ પહેલ દ્વારા એન્સેફેલીટીસ માટે જાગૃતિ, નિદાન અને સંભાળ સુધારવા માટેના વૈશ્વિક પ્રયાસોને સમર્થન આપો