by siteadmin

“સારંગપુરના મંદિર પાસે અને બોટાદમાં હવે મળશે નિયોપોલિટન પિઝાનો સ્વાદ”
જુલાઈમાં ગોધરામાં ફ્રેન્ચાઇઝ ખોલ્યા બાદ કંપની હવે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાનમાં પણ પ્રવેશી રહી છે.
ભારતની સ્થાનિક પિઝા બ્રાન્ડ નિયોપોલિટન પિઝા એન્ડ ફૂડ્સ લિમિટેડ પોતાની વૃદ્ધિ યાત્રાને ગતિ આપી રહ્યું છે, સારંગપુર અને ઝડપી વિકસતા બોટાદ ખાતે બે નવા કંપની સંચાલિત આઉટલેટ શરૂ કરવા માટે કરાર કર્યા છે,
સારંગપુર કે જે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર માટે વિશ્વવિખ્યાત છે, દર વર્ષે ભારત તથા વિદેશમાંથી લાખો ભક્તોને આકર્ષે છે. આ પ્રખ્યાત ધાર્મિક સ્થળ નજીક નિયોપોલિટન પિઝાનું આઉટલેટ શરૂ કરવાનો નિર્ણય વ્યૂહાત્મક તેમજ શ્રદ્ધાના સ્થળે ઉત્તમ ભોજન પહોંચાડવાનો સંકલ્પના પ્રતીકાત્મક સમાન છે
તેની સાથે, સૌરાષ્ટ્રના મહત્વના શહેર બોટાદમાં સંપૂર્ણ ડાઇનિંગ મોડલ આઉટલેટ શરૂ થશે, જેમાં મહેમાનોને તાજા પિઝા, પાસ્તા, સાઇડ્સ અને ડેઝર્ટ સાથેનો સંપૂર્ણ નિયોપોલિટન અનુભવ, આધુનિક અને ઉષ્માભર્યા માહોલમાં મળશે.
આ ઉપલબ્ધિઓ નિયોપોલિટન પિઝાની કેન્દ્રિત વિસ્તરણ વ્યૂહરચનાને પ્રતિબિંબિત કરે છે, તેમજ દેશના દરેક ખૂણે ગુણવત્તાયુક્ત ભોજન પહોંચાડવાની કંપનીની દ્રષ્ટિ દર્શાવે છે.
તાજેતરમાં જ જુલાઈ 2025માં,નિયોપોલિટન બ્રાન્ડે ગોધરામાં તેનું નવું ફ્રેન્ચાઇઝ આઉટલેટ ઉમેર્યું હતું, અને હવે ઑગસ્ટ 2025ના સમયગાળામાં 10થી વધુ નવા સ્થળોએ આઉટલેટ માટે કરારની પ્રક્રિયા ચાલુ છે.
આગામી સ્થળો ફક્ત ગુજરાત સુધી સીમિત નથી. નિયોપોલિટન બ્રાન્ડ હવે રાજયની સીમાઓ પાર કરીને પોતાના મહત્ત્વાકાંક્ષી વૃદ્ધિ માર્ગને વિસ્તારી, મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાનના મુખ્ય બજારોને લક્ષ્ય બનાવી રહ્યું છે.
નિયોપોલિટન પિઝા એન્ડ ફૂડ્સ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકુંદ પુરોહિતે જણાવ્યું હતું કે , “નિયોપોલિટન પિઝા માત્ર આઉટલેટ્સ ખોલી રહ્યું નથી,અમે સ્વાદિષ્ટ અને ફલેવરના ખજાના સમાન ભારત સાથે જોડાવાનો માર્ગ બનાવી રહ્યા છીએ,” “સાંસ્કૃતિક રીતે મહત્વના અને ઝડપી વિકાસ પામી રહેલા શહેરોમાં ગુણવત્તાયુક્ત ભોજન અનુભવ પહોંચાડવાનું આપણું મિશન સતત આગળ વધી રહ્યું છે. આ નવા કરારોએ કોમ્યુનિટી સાથેના એકીકરણ અને રસોઈના ઉત્તમ ધોરણો પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.”તેમ પુરોહિતે ઉમેર્યુ હતું.
દરેક નવા પગથિયે સાથે, નિયોપોલિટન પિઝા એન્ડ ફૂડ્સ લિમિટેડ ક્યુએસઆર અને કેઝ્યુઅલ ડાઇનિંગ ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી, વિશ્વાસપાત્ર ઘરેલું બ્રાન્ડ તરીકે પોતાની સ્થિતિ મજબૂત બનાવી રહ્યું છે.