Tuesday, February 10News That Matters

ઝોડિયાક એનર્જી લિમીટેડે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ બિઝનેસ ક્ષેત્રે વિસ્તરણ કર્યુ

ઝોડિયાક એનર્જી લિમિટેડે 09 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાયેલી તેની બોર્ડ બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી. આ બેઠક દરમિયાન બોર્ડ દ્વારા 31 ડિસેમ્બર, 2025એ પૂર્ણ થયેલ ત્રિમાસિક ગાળા (Q3 FY26) માટેના અનઑડિટેડ સ્ટેન્ડઅલોન તથા કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો પર વિચારણા કરી અને તેને મંજૂરી આપવામાં આવી હતી.

31 ડિસેમ્બર, 2025એ પૂર્ણ થયેલ ત્રિમાસિક ગાળા માટે, ઝોડિયાક એનર્જી લિમિટેડે ₹137.55 કરોડની સ્ટેન્ડઅલોન ઓપરેશન્સમાંથી આવક અને ₹5.07 કરોડનો કર બાદનો નફો નોંધાવ્યો છે. તે જ રીતે, 31 ડિસેમ્બર, 2025એ પૂર્ણ થયેલ નવ માસના ગાળા માટે, કંપનીએ ₹332.38 કરોડની ઓપરેશન્સમાંથી આવક અને ₹10.44 કરોડનો કર બાદનો નફો નોંધાવ્યો છે.

આ બેઠક દરમિયાન, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા *બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS)*ના વ્યવસાય સાથે સંકળાયેલી ઝેનવોટ ક્લીન એનર્જી લિમિટેડમાં વ્યૂહાત્મક ઇક્વિટી હિસ્સો મેળવવા માટેના રોકાણને મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રસ્તાવિત રોકાણ કંપનીના કલીન એનર્જી સોલ્યુશન્સ તથા રીન્ચુએબલ ઊર્જા ક્ષેત્રમાં ઉભરતી ટેકનોલોજી પરના ધ્યાન સાથે સુસંગત છે.ઝોડિયાક એનર્જી લિમીટેડના બોર્ડ દ્વારા કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કુંજભાઇ શાહને આ પ્રસ્તાવિત અધિગ્રહણ સંબંધિત વ્યવહારો અંગે ચર્ચા કરવા, અંતિમ સ્વરૂપ આપવા તથા જરૂરી કાર્યવાહી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. કંપનીએ જણાવ્યું છે કે રોકાણ સંબંધિત વિગતવાર માહિતી તથા વ્યવહારની વિગતો, પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લાગુ પડતા SEBI નિયમો અનુસાર જાહેર કરવામાં આવશે.
ઝોડિયાક એનર્જી લિમીટેડના ચેરમેન અને એમડી કુંજભાઇ શાહે જણાવ્યું હતું કે, ઝોડિયાક એનર્જી લિમીટેડના
બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS)ના વ્યવસાય સાથે સંકળાયેલી ઝેનવોટ ક્લીન એનર્જી લિમિટેડમાં વ્યૂહાત્મક ઇક્વિટી હિસ્સો મેળવવા માટેના રોકાણને મંજૂરી આપવામાં આવી છે. આ રોકાણ કંપનીની ક્લીન એનર્જી પ્રત્યેની પ્રતિબદ્ધતા અને રીન્યુએબલ ઊર્જા ક્ષેત્રમાં ઉભરતી ટેકનોલોજી અપનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. ઝેનવોટ જેવી અદ્યતન ટેકનોલોજી આધારિત કંપની સાથે ભાગીદારી કરીને, અમે ઊર્જા સંગ્રહ અને કલીન ઊર્જા ઉકેલોના ક્ષેત્રમાં અમારા પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવા ઇચ્છીએ છીએ. આ વ્યૂહાત્મક રોકાણ દ્વારા કંપની લાંબા ગાળે ટકાઉ વિકાસ, નવીનતા અને ભારતના સ્વચ્છ ઊર્જા લક્ષ્યોને સમર્થન આપશે.”
આ ઉપરાંત, કંપનીના નોંધાયેલ કાર્યાલયને અમદાવાદ શહેરની હદમાં જ “A-12, ટાઈમ્સ કોર્પોરેટ પાર્ક, થલતેજ–શિલજ રોડ, થલતેજ, અમદાવાદ – 380059” ખાતે સ્થાનાંતરિત કરવા અંગે પણ મંજૂરી આપવામાં આવી હતી.