
ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ – ડીઆરપીપીએલ(ડીઆરપીપીએલ એ અદાણી જૂથ અને રાજ્ય સરકાર વચ્ચેનું SPV છે) પ્રવક્તાએ જણાવ્યું હતું કે
કેટલાક લોકો ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (ડીઆરપી)માંથી ટીડીઆર જનરેશનને લઈને વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તે દુર્ભાગ્યપૂર્ણ છે . અમારું માનવું છે કે ધારાવીના લોકોના સારા ભવિષ્ય માટેના લાંબા ગાળાના સપનાને પાટા પરથી ઉતારી દેવાનું અથવા કેટલાક સ્વાર્થસભર હિતોના ઇરાદાપૂર્વક ઇશારાથી આ કરવામાં આવી રહ્યું છે.
ધારાવી નોટિફાઇડ એરિયા (DNA) ની અંદર ટીડીઆર બનાવવાની મંજૂરી 2018 ના સરકારી ઠરાવ (GR) થી આપવામાં આવી હતી. તેને 2022 ના GR માં વધુ સંશોધન કરવામાં આવ્યું હતું. આ બંને બાબત 2022 ના ટેન્ડર બહાર પાડતા પહેલા થઇ હતી , જે ટેન્ડર ખુલ્લી અને ન્યાયી સ્પર્ધા વચ્ચે જીત્યું હતું. વર્તમાનમાં, સરકાર જે કંઈ કરી રહી છે તે ડયુ પ્રોસેસને નોટીફાઇ કરી રહી છે.
હકિકતમાં, 2018ની ટેન્ડરિંગ પ્રક્રિયાની શરૂઆત પહેલાં જારી કરાયેલા GRમાં સમગ્ર મુંબઈમાં ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ- DRPમાંથી જનરેટ થયેલા TDRના વેચાણની જોગવાઈ હતી. સપ્ટેમ્બર 2022 માં રજૂ કરાયેલ GR, ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં, બે મહત્વપૂર્ણ ફેરફારો રજૂ કરવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે, આ ફેરફારો તમામ બિડરો માટે ડયુ ડિજીલન્સ માટે ઉપલબ્ધ હતા. આ નીતિ ફેરફારોથી એક જ એન્ટિટીને ફાયદો થશે તેવા દાવાથી વિપરીત, સરકારની અંતિમ સૂચનાએ, અન્ય પ્રોજેક્ટ્સમાં ટીડીઆરનો લઘુત્તમ ઉપયોગ 50% ને બદલે 40% પર મર્યાદિત કર્યો છે, જેનો સપ્ટેમ્બર 2022 જીઆર માં ઉલ્લેખ છે.
આ ઉપરાંત , 7 નવેમ્બર 2023ના સરકારી નોટિફિકેશનમાં પણ TDRની કિંમત પર મર્યાદા મૂકવામાં આવી છે. DNA માંથી જનરેટ થતા TDRની વેચાણ કિંમત પર અગાઉ કોઈ પ્રતિબંધ ન હોવા છતાં, સરકારે હવે TDRની કોઈપણ મનસ્વી કિંમતોને ટાળવા માટે TDRની મહત્તમ વેચાણ કિંમત પ્લોટ મેળવવાના રેડી રેકનર રેટના 90% સુધી મર્યાદિત કરી છે. TDR પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક બનાવવા માટે, બૃહદ મુંબઈ મહાનગરપાલિકા એક પોર્ટલ વિકસાવશે જ્યાં પ્રોજેક્ટમાંથી જનરેટ થયેલ TDR રીઅલ-ટાઇમમાં અપલોડ અને અપડેટ કરવામાં આવશે.
આ પાયાવિહોણા અને દ્વેષપુર્ણ આરોપો અને પસંદ કરેલા બિડર્સને અનુરૂપ સુધારાઓ પ્રક્રિયાની રેગ્યુલેટરી પારદર્શિતા સાથે અન્યાય છે. કોઈપણ પ્રકારનો પક્ષપાતનો આરોપ લગાવવો એ સ્થિતી બગાડવા માટે અને પરિવર્તનશીલ શહેરી મેનેજમેન્ટના અમારા ધ્યેયને બેધ્યાન કરવાની ખોટી કોશિષ છે.