Friday, March 1News That Matters

વર્લ્ડકપની ફાઇનલ મેચ : અમદાવાદ શહેર છે આવકારવા તૈયાર ક્રિકેટ રસિકોને

સમગ્ર વિશ્વની અને ખાસ કરીને વિશ્વભરના ક્રિકેટ રસિયાની નજર અમદાવાદમાં યોજાનારી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ પર છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ શહેરને શણગારીને પ્રવાસીઓને આવકારવા તૈયાર છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે વિવિધ તૈયારીઓ કરી છે જેમ કે, અમદાવાદ શહેરના કુલ પર જેટલા ફ્લાયઓવર, રેલ્વે ઓવરબ્રીજ, નદી પરના બ્રીજ, રીવરફ્રન્ટ અન્ડરપાસને રોશનીથી શણાગારવામાં આવેલા છે.

સાથે સાથે, શહેરમાં આવેલ વિવિધ અ.મ્યુ.કોર્પો.ની કચેરીઓને રોશનીથી શણગારવામાં આવેલ છે. શહેરમાં આવેલ વિવિધ સર્કલોને રોશનીથી શણગારવામાં આવેલ છે,

  • પ્રવાસીઓના પરિવહન માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સજજ છે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમ તરફ જવા – આવવા માટે કુલ 16 ફૂટો ઉપર 119 બસો મેચના દિવસે એએમટીએસ દ્વારા સંચાલનમાં મુકવામાં આવેલી છે.
  • નરેન્દ્ર મોદી સ્ટેડીયમના રૃટના અવર-જવરના તમામ રસ્તાઓ, વાહનો માટેના પાર્કિંગ પ્લોટો અને નાગરિકો માટે મોબાઇલ ટોઇલેટની સુવિધા કરવામાં આવેલ છે.
  • નરેન્દ્ર મોદી સ્ટેડીયમની આજુબાજુના તમામ રસ્તાઓ, ફુટપાથ, સેન્ટ્રલ વર્ષ, પાર્કિંગ પ્લોટોની ઘનિષ્ઠ સાફ- સફાઈની કામગીરી કરવામાં આવેલ છે.
  • બંને ટીમોના રોકાણ અને મહાનુભાવોના રોકાણની હોટેલ આજુબાજુના રસ્તાઓની ઉચ્ચત્તમ સફાઈ કામગીરી કરવામાં આવેલી છે.
  • તા. 19, 20 તથા 27 નવેમ્બર દરમ્યાન સમગ્ર અમદાવાદ શહેરમાં ઘનિષ્ઠ સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે.
  • શહેરમાં આગવી ઓળખ ઉભી કરતા વિવિધ સ્કલ્પચરો તૈયાર કરવામાં આવેલા છે.
  • બંને ટીમોના રોકાણની હોટેલથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી આવવા જવાના રૂટ પર તેઓને આવકારતા હોર્ડીંગ્સ લગાવવામાં આવનાર છે.
  • ક્રિકેટ વર્લ્ડ કપની મેચ દરમ્યાન આવનાર રમત-ગમતના ઉત્સાહીઓ, રાજ્યભર તથા દેશભરમાંથી આવનાર ક્રિટરસિકોને ધ્યાને લેતા, તેનો લાભ અમદાવાદ શહેરના પ્રવાસનને મળે તેવા હેતુથી અમદાવાદના પ્રવાસન સ્થળોના હોર્ડિંગ લગાવવામાં આવનારા છે.
  • ઓસમ અમદાવાદ કેમ્પેઇન થકી અમદાવાદને પ્રવાસન દૃષ્ટીએ પ્રમોશન કરવાની પણ તૈયારી કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *