Thursday, December 5News That Matters

ઝોડિયાક એનર્જી  લિમીટેડે સોલાર પાવર ક્ષેત્રે રૂ ૩૦૦૦ કરોડના રોકાણ માટે રાજય સરકાર સાથે કરાર કર્યા

ઝોડિયાક એનર્જી  લિમીટેડે સોલાર પાવર ક્ષેત્રે રૂ ૩૦૦૦ કરોડના રોકાણ માટે રાજય સરકાર સાથે કરાર કર્યા.અમદાવાદ સ્થિત સોલાર ઉર્જાક્ષેત્રે છેલ્લા ત્રણ દાયકાથી કાર્યરત ઝોડિયાક એનર્જી  લિમીટેડ કંપની વિવિધ ત્રણ પ્રોજેક્ટસ હેઠળ કુલ રૂ ૩૦૦૦ કરોડનું ગુજરાતમાં રોકાણ કરશે, જેના થકી આગામી વર્ષોમાં ૩૦૦૦ વ્યકિતઓને રોજગારી મળશે. વાઇબ્રન્ટગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ સંદર્ભે  ઝોડિયાક એનર્જી  લિમીટેડે રાજય સરકારના ઉર્જા  વિભાગ સાથે એમઓયુ કર્યા છે.

ગુજરાત સરકાર દ્વારા RE પોલિસી 2023 ની તાજેતરની જાહેરાતને ધ્યાનમાં રાખીને ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં જબરદસ્ત વૃદ્ધિનું સાક્ષી બનવા માટે તૈયાર છે. આ પોલીસી રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનની જમાવટને વેગ આપવા માટે ખૂબ જ પ્રગતિશીલ દૃષ્ટિકોણ અને પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરવાને પ્રમોટ કરવાની સાથે તે  ઉદ્યોગો માટે લાભદાયી છે.

 ઝોડિયાક એનર્જી લિમીટેડના ચેરમેન કુંજભાઇ  શાહે જણાવ્યું હતું કે રાજયમાં  રીન્યુએબલ ઉર્જા ક્ષેત્રે ઉદ્યોગો માટે સાનુકુળ વાતાવરણને પગલે  ઝોડિયાક એનર્જી લિમીટેડે ગુજરાતમાં વિવિધ પ્રોજેકટ હેઠળ   કુલ રૂ 3000.00 કરોડનું  રોકાણ કરશે.  આ અંગે  રાજય સરકારના ઉર્જાવિભાગ સાથે વાઇબ્રન્ટ સમિટ અગાઉ મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઇ પટેલની હાજરીમાં કરાર કરવામાં આવ્યા હતા.

– ઝોડિયાક એનર્જી લિમીટેડ દ્વારા  જે ક્ષેત્ર-પ્રોજેકટસમાં સંભવિત રોકાણ કરવામાં આવશે તેમાં

                     1. આગામી 3 વર્ષમાં રાજ્યની ઉર્જા વિતરણ કરતી ડિસ્કોમ કંપનીઓને સોલાર પાવરના     સપ્લાય માટે PM-KUSUM-C હેઠળ 400 મેગાવોટની ક્ષમતાના સૌર પાવર પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવશે.જેમાં અંદાજે રૂ , ૧૬૦૦ કરોડનું રોકાણ થશે.

2            ઉદ્યોગો અને અન્ય વ્યાપારીક હેતુ માટે વીજળીના કેપ્ટીવ જરૂરીયાત પુરી પાડવા સોલર પાવર સપ્લાય થકી આઇપીપી તરીકે ૧૦૦ મેગાવોટ સક્ષમતાના સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવામા આવશે જેમાં રૂ ૪૦૦ કરોડનું રોકાણ કરવામાં આવશે.

3            ગુજરાત રીન્યુએબલ એનર્જી-RE પોલિસી 2023 હેઠળ રહેણાંક, ઔદ્યોગિક અને વ્યાપારી સંસ્થાઓ માટે 250 મેગાવોટની ક્ષમતાના કેપ્ટિવ સોલાર પાવર પ્લાન્ટનું નિર્માણ માટે કંપની INR 1000.00 કરોડના અંદાજિત રોકાણ કરશે આમ . ઉપરોક્ત ત્રણેય પ્રોજેકટસ સાથે કુલ રૂ. ૩૦૦૦ કરોડના  રોકાણ આગામી 5 વર્ષમાં ઝોડિયાક એનર્જીલિમીટેડ  કરશે. ઉપરાંત, પ્રોજેક્ટ માટે બાંધકામ અને O&M માં પ્રતિ મેગાવોટ 3-4 વ્યક્તિઓની રોજગારી સાથે, સૂચિત રોકાણ સાથે આગામી 25 વર્ષ માટે આશરે 3000 વ્યક્તિઓ માટે ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની તકો ઉભી કરશે.

આ અંગે ઝોડિયાક એનર્જી લિમીટેડ કંપની આગામી પાંચ વર્ષના આયોજન સાથે રૂ, ૩૦૦૦ કરોડનું રોકાણ કરવા જઇ રહી છે.જે અઁગે ગુજરાત સરકાર સાથે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ હેઠળ  કરાર કર્યા છે.

ઝોડિયાક એનર્જી લિમીટેડના ચેરમેન કુંજભાઇ  શાહે વધુમાં જણાવ્યું હતું કે, રાજય સરકાર  ખેડૂતોને કૃષિ ઉપયોગ માટે દિવસે વીજળી-ઉર્જા મળી રહે તે માટે અને ખેતીની વીજળી પરનો સબસિડીનો બોજ ઘટાડવામાં મદદ કરવા માટે PM-KUSUM-C  યોજના હેઠળ સમગ્ર રાજ્યમાં ફીડર લેવલ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાની ગુજરાતની મહત્વાકાંક્ષી યોજના ધરાવે છે. આ યોજના ગુજરાતમાં ખેડૂતો ને દિવસે વિજળી આપવા માં તથા સરકાર નું સબસિડી ભારણ ઘટાડવા માં મદદ કરશે. વિવિધ ઉદ્યોગોને તેમની  કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા તેમજ વીજળીના ખર્ચમાં ઘટાડો કરવા માટે સૌર ઊર્જા ઉપયોગી છે, તેથી તેઓ સૌર ઊર્જાને મોટા પાયે અપનાવે છે.

અમદાવાદ સ્થિત ઝોડિયાક એનર્જી લિમીટેડ વર્ષ ૧૯૯૨માં સ્થપાઇ હતી , અને કંપની રીન્યુએબલ ઉર્જા ક્ષેત્રમાં સોલર પાવર ક્ષેત્રે સંકળાયેલી અગ્રણી કોર્પોરેટ કંપનીઓ પૈકીની એક છે . હાલમાં  ઝોડિયાક એનર્જી લિમીટેડએ ભારતીય શેર બજાર BSE અને NSE પર  લિસ્ટેડ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *