Thursday, December 5News That Matters

ઝોડિયાક એનર્જીએ Q2 FY25 પરિણામ : ચોખ્ખો નફો 68% વધ્યો

ઝોડિયાક એનર્જી લિમિટેડે નાણાકીય વર્ષ 2024- 25 ના બીજા ત્રિમાસિક ગાળાના જાહેર કરાયેલા પરિણામમાં રૂપિયા રૂ. 52.76 કરોડનું વેચાણ , જ્યારે ગયા વર્ષે આજ સમય ગાળામાં આ વેચાણ રૂ. 34.41 કરોડ હતું આમ તેમાં 53.3% નો વધારો જોવા મળે છે. Q2 FY25 માં ઝોડિયાક એનર્જી લિમિટેડનો EBITDA રૂ. 4.91 Cr થયો છે. જે અગાઉના ત્રિમાસિક સમયગાળામાં રૂ. 3.02 Cr હતો. આમ ઝોડિયાક એનર્જીના EBITDAમાં 62.6% નો વધારો નોંધાયો છે, આ સમયગાળામાં એટલે કે Q2FY25માં ચોખ્ખો નફો PAT, રૂ. 2.49Cr થયો છે જે Q2FY24 રૂ.1.48 Cr હતો તેમાં 68.2% નો વધારો થયો છે. કંપનીનું પ્રથમ અર્ધવાર્ષિક સેલ્સ H1FY25 132 Cr નોંધાયું છે,જે 2024 ના અગાઉના બીજા અર્ધવાર્ષિક ગાળામાં H2 FY 24 માં રૂ.66.51 હતું. કંપનીના ચોખ્ખા નફાને અર્ધવાર્ષિક સમય ગાળામાં જોઈએ તો H1FY25 રૂ.4.82 Cr હતો જે H2FY24માં રૂ.2.30Cr હતો જેમાં 109.6% નો વધારો દર્શાવે છે.


તાજેતરમાં કંપનીએ સ્ટોક એક્સચેંજ પર કરેલી જાહેરાતમાં જણાવાયું હતું કે, ઝોડિયાક એનર્જી લિમીટેડને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તરફથી ગુજરાત રાજ્યમાં 30MW ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ્સની ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ માટેનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જેમાં 5 વર્ષ માટે ઇરેક્શન, ઓપરેશન અને મેઇન્ટેનન્સ અને લીઝ/પેટાલીઝનો સમાવેશ થાય છે. આ 30 MW ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ્સ પ્રોજેકટની કોસ્ટ રૂ. 154.27 કરોડ થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *