
પદમજી પેપર પ્રોડક્ટ્સ લિમિટેડે 31 ડિસેમ્બર 2024ના રોજ પૂરા થયેલા નવ મહિના (વાર્ષિક ધોરણે) દરમિયાન વેચાણમાં 4000 એમટીની વૃદ્ધિ થઈ હોવાના પરિણામે કરવેરા પહેલાંના નફામાં 28% વધારો નોંધાવ્યો હતો જે રૂ. 10,406 લાખ થયો છે, તે સાથે EBIDTA 19 % દર્શાવે છે જે પાછલા સમાન સમયગાળામાં 16 % હતો. સરપ્લસ ભંડોળના ઉપયોગ સહિતની આવકમાં પણ રૂ. 752 લાખનો વધારો થયો છે. તેની આવક 7 % (વાર્ષિક) વધીને રૂ. 61,900 લાખ થઈ છે.
31 ડિસેમ્બર 2024ના રોજ રોકડ અને રોકડ સમકક્ષ બેલેન્સ રૂ. 23,248 લાખ હતું જે ગયા સમાન સમયગાળાના રૂ. 15,292 લાખ હતું.
કંપની મહારાષ્ટ્રમાં 15.4 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ સ્થાપવાની પ્રક્રિયામાં છે જે પર્યાવરણીય ટકાઉપણાના લક્ષ્યને ટેકો
આપવા ઉપરાંત ગ્રીન એનર્જીનો હિસ્સો તેની વર્તમાન જરૂરિયાતના લગભગ 45 % સુધી વધારીને ઊર્જાનો કુલ ખર્ચ પણ ઘટાડશે.
આ પ્લાન્ટ આગામી નાણાકીય વર્ષના મધ્યમાં કાર્યરત થવાની અપેક્ષા છે.
કંપની અવરોધ ગુણધર્મો ધરાવતા વિવિધ બાયોડિગ્રેડેબલ અને કમ્પોસ્ટેબલ સ્પેશિયાલિટી પેપર્સના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખે છે જેનો ઉપયોગ વિવિધ ખાદ્ય ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ અને અન્ય ઉત્પાદનો, હોસ્પિટલ સપ્લાય, સ્વચ્છતા ક્ષેત્રો, કન્ફેક્શનરી વગેરે માટે ટકાઉ પેકેજિંગ સોલ્યુશન માટે ઇનપુટ તરીકે થાય છે, જેની માગ વૃદ્ધિ ઊંચી છે.
કંપનીને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી મહાડ ખાતે પાંચ વર્ષના સમયગાળામાં ચોક્કસ શરતોને આધીન, વાર્ષિક 68000 એમટી ક્ષમતા ધરાવતા સ્પેશિયાલિટી પેપર ઉત્પાદન પ્લાન્ટનું યુનિટ સ્થાપવા માટે સંમતિ મળી છે.