Tuesday, March 11News That Matters

શીતલ કુલ પ્રોડક્ટસ લિમિટેડ અને નિયોપોલીટન પીઝા એન્ડ ફૂડ્સ લિમિટેડ વચ્ચે સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ કરાર

આઇસ્ક્રીમ તથા અન્ય ફૂડ પ્રોડક્ટ ઉત્પાદક શીતલ કુલ પ્રોડક્ટ લિમિટેડ અને પીઝા ક્ષેત્રમાં જાણીતી ક્યુ એસ આર( ક્વિક સર્વિસ રેસ્ટોરાં) ચેઈન નીયોપોલિટન પીઝા એન્ડ ફૂડ લિમિટેડ વચ્ચે પરસ્પર બિઝનેસ સહયોગ અંગેના બિઝનેસ પાર્ટનરશીપ કરાર- મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરવામાં આવ્યા છે..

નેશનલ સ્ટોક એક્સચેન્જ એનએસઇ અને બીએસઇ પર લિસ્ટેડ શીતલ કુલ પ્રોડક્ટ લિમિટેડ દેશભરમાં આઈસ્ક્રીમ તથા વિવિધ ફૂડ પ્રોડક્ટ ઉત્પાદન અને સપ્લાય કરી રહી છે, હવે વડોદરા સ્થિત અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ એસએમઈ પ્લેટફોર્મ પર લીસ્ટેડ કંપની નીયોપોલિટન પીઝા એન્ડ ફૂડ લીમીટેડ સાથેના આ કરારને પગલે વિવિધ પીઝા આઉટલેટ ખાતે પિઝાની સાથે આઈસ્ક્રીમ તથા અન્ય ફૂડ પ્રોડક્ટ પણ ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે.
નિયોપોલિટન પીઝા એન્ડ ફૂડ લિમિટેડના ચેરમેન મુકુંદભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, અમારી કંપની અને શીતલ કુલ પ્રોડક્ટ લિમિટેડ વચ્ચે કરાર થવાને પગલે, શીતલ કુલ લિમિટેડની તમામ પ્રોડક્ટ જેવી કે ડેરી પ્રોડક્ટ, રેડી ટુ કૂક અને રેડી ટુ ઈટ તથા અન્ય પ્રોડક્ટ નિયો પોલિટનના રેસ્ટોરન્ટ અને એક્સપ્રેસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે આમ બંને કંપની માટે સંયુક્ત રીતે ગ્રોથ કરવાની તકો ઉભી થશે.
શીતલ કુલ પ્રોડક્ટ લિમિટેડના ચેરમેન ભુપતભાઈ ભુવાએ જણાવ્યું હતું કે ,નીયોપોલિટન પીઝા એન્ડ ફૂડ લિમિટેડ સાથે કરારથી બંને કંપનીને ફાયદો છે અમારા આઈસ્ક્રીમ અને પ્રોડક્ટ હવે પીઝા આઉટલેટ પર મળી શકશે અને ક્વોલિટી મળવાની સાથે આ સહયોગ એકબીજાના બિઝનેસમાં મદદરૂપ થશે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *