ઝોડિયાક એનર્જી લિમીટેડે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ બિઝનેસ ક્ષેત્રે વિસ્તરણ કર્યુ
ઝોડિયાક એનર્જી લિમિટેડે 09 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાયેલી તેની બોર્ડ બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી. આ બેઠક દરમિયાન બોર્ડ દ્વારા 31 ડિસેમ્બર, 2025એ પૂર્ણ થયેલ ત્રિમાસિક ગાળા (Q3 FY26) માટેના અનઑડિટેડ સ્ટેન્ડઅલોન તથા કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો પર વિચારણા કરી અને તેને મંજૂરી આપવામાં આવી હતી.
31 ડિસેમ્બર, 2025એ પૂર્ણ થયેલ ત્રિમાસિક ગાળા માટે, ઝોડિયાક એનર્જી લિમિટેડે ₹137.55 કરોડની સ્ટેન્ડઅલોન ઓપરેશન્સમાંથી આવક અને ₹5.07 કરોડનો કર બાદનો નફો નોંધાવ્યો છે. તે જ રીતે, 31 ડિસેમ્બર, 2025એ પૂર્ણ થયેલ નવ માસના ગાળા માટે, કંપનીએ ₹332.38 કરોડની ઓપરેશન્સમાંથી આવક અને ₹10.44 કરોડનો કર બાદનો નફો નોંધાવ્યો છે.
આ બેઠક દરમિયાન, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા *બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS)*ના વ્યવસાય સાથે સંકળાયેલી ઝેનવોટ ક્લીન એનર્જી લિમિટેડમાં વ્યૂહાત્મક ઇક્વિટી હિસ્સો મેળવવા માટેના રોકાણને મં...







