સાયન્સ સીટી ખાતે નવીનીકરણ પામેલા મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેન શોનું લોકાર્પણ
સાયન્સ સિટીના આકર્ષણમાં સતત વૃદ્ધિ કરવાના ઉપક્રમમાં વધુ એક કદમ
સોમવાર સિવાય દરરોજ મ્યુઝીકલ ફાઉન્ટેનનાં ૨૫ મિનીટનાં ઓછામાં ઓછા બે શો યોજાશે
૩૬ X ૧૬ મીટરની વોટર સ્ક્રીન પર મલ્ટીમીડિયા લેસર સાઉન્ડ શો-૭૦ મીટરની ૩ સ્ક્રીનમાં એકસાથે ૩D પ્રોજેક્શનમાં પ્રસ્તુતી લોકો માટે રોમાંચકારી અનુભવ બની રહેશે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સીટી, અમદાવાદ ખાતે નવીનીકરણ પામેલા આકર્ષક મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેનનું લોકાર્પણ કર્યું છે.
૨૦૦૫માં સાયન્સ સિટી ખાતે ૧૦,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજી સાથે શરૂ કરવામાં આવેલા આ મ્યુઝિકલ ફાઉન્ટેનના નવીનીકરણ બાદ દેશની સૌથી અદ્યતન સાઉન્ડ અને લાઇટ સિસ્ટમ સાથેનો નયનરમ્ય અને આકર્ષક મ્યુઝિકલ ફાઉન્ટેન મુખ્યમંત્રીશ્રીએ શુક્રવારે સાંજે જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૦૧માં ૧૦૭ હેક્...





