Saturday, March 29News That Matters

Education

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ થકી ભારતીય શિક્ષણ પદ્ધતિમાં આમૂલ પરિવર્તનનો માર્ગ મોકળો બન્યો છે : રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ થકી ભારતીય શિક્ષણ પદ્ધતિમાં આમૂલ પરિવર્તનનો માર્ગ મોકળો બન્યો છે : રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા

Education, News
નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ના અમલીકરણ અંગે વેસ્ટર્ન ઝોન વાઈસ ચાન્સેલર્સ અને NEP કો-ઓર્ડિનેટર્સની એક દિવસીય કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં વિવિધ વિષયો પર પશ્ચિમ ઝોનના વિશ્વવિદ્યાલયના કુલપતિશ્રીઓ, પ્રાધ્યાપકો, શિક્ષણવિદો, તજજ્ઞોની ઉપસ્થિતિમાં આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને સંપૂર્ણપણે લાગુ કરવાનો રોડમેપ તૈયાર કરવા માટેનું સામૂહિક વિચાર મંથન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિષય પર સંગોષ્ઠિ યોજાઈ હતી. પ્રથમ સેશનમાં AICTE ના ચેરમેન પ્રો. ડૉ. ટી.જી. સીતારમનની અધ્યક્ષતામાં પેનલ ડિસ્કશન સહિત સંવાદ યોજવામાં આવ્યો હતો. નિષ્ણાત વક્તાઓએ ચાવીરૂપ પ્રવચનો આપી NEP-2020 અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા, અને ઉપસ્થિત પ્રાધ્યાપકો દ્વારા પ્રશ્નોત્તરી- ઈન્ટરેકશન કરવામાં આવ્યું હતું. પ્રોબ્લેમ અને સોલ્યુશન અંગે નિષ્ણાતો દ્વારા સુઝાવો અપાયા હતા. પ્રથમ સત્રમાં 'એક્સેસ ટ...