રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત SME ચેમ્બર ઓફ ઈન્ડિયામાં મુકુંદ પુરોહિતને SME થિંક ટેન્કમાં રાષ્ટ્રીય સલાહકાર તરીકે પસંદગી
ગુજરાત SME ચેમ્બર ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર તરીકે પણ નિયુક્તી કરવામાં આવી
નાના અને મધ્યમ ઉદ્યોગો માટે અગ્રણી અવાજ એવી રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત SME ચેમ્બર ઓફ ઇન્ડિયા, હાલના બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ અને ઉદ્યોગપતિ મુકુંદ પુરોહિતને રાષ્ટ્રીય સલાહકાર તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. વ્યાપાર વ્યૂહરચના, ઉદ્યોગસાહસિકતા અને ઉદ્યોગ નેતૃત્વમાં બે દાયકાથી વધુનો અનુભવ ધરાવતાને પગલે મુકુંદ પુરોહિતને આ ભૂમિકા માટે પસંદગી કરવામાં આવી છે.
એસએમઇ ચેમ્બર ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય સલાહકાર તરીકે, પુરોહિત SME સેકટરને વૃદ્ધિ અને પ્રોત્સાહન આપવા, નીતિગત સુધારાઓની હિમાયત કરવા અને ઉદ્યોગ સહયોગને પ્રોત્સાહન આપવા માટે ચેમ્બરના નેતૃત્વ સાથે નિકટતાથી કામ કરશે.
મુકુંદ પુરોહિત એક અનુભવી ઉદ્યોગ નિષ્ણાત છે જેમને ઉત્પાદન, ટેકનોલોજી અને ઉદ્યોગસાહસિકતા વિકાસ જેવા ક્ષેત્રોમાં અનુભવ છે. તેઓ MSME ગ્રોથ માટે એક અવા...
