ટેકડી સાયબર સિક્યુરીટી લિમીટેડ અમદાવાદમાં 60 હજાર ચો.ફૂટ ની વિશાળ જગ્યામાં ” ટેક ડિફેન્સ લેબ સાયબર વેલી” સ્થાપશે
સાયબર માફિયા સામે રક્ષણ આપવાની ઇકો સિસ્ટમ બનાવવા તરફ ટેકડિ સાયબર સિકયુરીટી કંપનીનું મહત્વનું પગલું,
આ સાયબર વેલીમાં ભારતનું સૌથી અદ્યતન ગ્લોબલ સોક એટલેકે ગ્લોબલ સિકયુરીટી ઓપરેશન સેન્ટર નિર્માણ પામશે
સાયબર સિક્યુરીટી ક્ષેત્રે વૈશ્વિક પડકારો વધી રહ્યા છે, ત્યારે ગુજરાતની સાયબર સિકયુરીટી કંપની ટેકડી સાયબર સિક્યુરીટી લિમીટેડ અમદાવાદમાં" ટેક ડિફેન્સ લેબ સાયબર વેલી" બનાવવા જઇ રહી છે. અને કંપની ભૂમિ પૂજન દ્વારા ૬ ડિસેમ્બરના રોજ 60 હજાર ચો.ફૂટ ની વિશાળ જગ્યામાં સાયબર સિકયુરીટી ક્ષેત્રે દેશનું આગવું પ્લેટફોર્મ ઊભુકરવાની શરૂઆત કરી રહી છે. ટેકડી સાયબર સિકયુરીટી લિમીટેડ અમદાવાદમાં સાયન્સ સીટી વિસ્તારમાં વિશ્વ-સ્તરીય 60,000 ચોરસ ફૂટ Global SOC અને સાયબર ક્ષમતા કેન્દ્ર સાથે ટેકડિફેન્સ સાયબર વેલી સ્થાપવાની કામગીરી શરુ કરી રહી છે.
તાજેતરમાં નેશનલ સ્ટોક એક્સચેંજ પર એસએમઇ આઇપીઓ થકી પબ્લ...
