Wednesday, December 4News That Matters

ધારાવીનો ડિલિવરી બોય બન્યો સફળ બિઝનેસમેન!

ધારાવી માત્ર મુંબઈ જ નહીં પરંતુ રાજ્યના વિવિધ નાના પાયાના ઉદ્યોગોનું કેન્દ્ર છે. ધારાવીની આ સાંકડી શેરીઓમાં ઘણા યુવક- યુવતીઓ જીવનમાં કંઈક મોટું કરવાનાં સપનાં સાથે જીવે છે. પરંતુ સ્થાનિક પરિસ્થિતિ જોતાં અહીંના યુવાનોને રોજીંદા જીવન માટે સંઘર્ષ કરવો પડે છે. પણ ક્યારેક અચાનક સોનેરી તક આવી જાય છે અને આ તકનો લાભ ઉઠાવીને કેટલાયની અસ્તિત્વ ટકાવી રાખવાની લડત સાર્થક થઈ જાય છે. આ સંઘર્ષમાંથી આગળ વધી રહેલા એક સફળ ઉદ્યોગપતિની આ વાત છે. ધારાવીના પીયૂષ લવાંગરે એક સમયે નાની વસ્તુઓની ડિલિવરી કરવાથી લઈને ધારાવીમાં પોતાનો મોબાઈલ રિપેરનો વ્યવસાય ધરાવવા સુધીની તેની કહાની તમામ માટે પ્રેરણારૂપ છે.

‘મારી પાસે કોઈ ખાસ આવડત ન હતી. 12મું પાસ કર્યા પછી, હું તમામ પ્રકારની નોકરીઓ કરીને મારા ભવિષ્યને સ્થિર કરવાનો માર્ગ શોધી રહ્યો હતો, પછી તે મોબાઈલ માટે સ્પેરપાર્ટ્સ પહોંચાડવાનું હોય કે કેટરિંગમાં મદદ કરવી.” પીયૂષ આજે ધારાવીમાં પોતાની નવી બનેલી દુકાનની મુલાકાત લેનારા પોતાના પરિચિતોને આ વાત કરે છે.

આજે પીયૂષની દુકાન, અદ્યતન મોબાઈલ ગેજેટ્સ અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ પાર્ટ્સથી સજ્જ છે. તે માત્ર તેના માટે જ નહીં, પરંતુ તેના પરિવાર માટે પણ આશાનું એક નવું કિરણ બની ગઈ છે, જેઓ એક સમયે જીવન નિર્વાહ માટે સંઘર્ષ કરતા હતા. પીયૂષ ભારપૂર્વક જણાવે છે કે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ (DRPPL) દ્વારા આયોજિત આ કૌશલ્ય વિકાસ વર્કશોપને કારણે જ આ શક્ય બન્યું છે. આ કૌશલ્ય વિકાસ વર્કશોપ દ્વારા પીયૂષને મોબાઈલ રિપેરિંગની તાલીમ લેવાની તક આપવામાં આવી હતી અને પીયૂષે એક પણ તક ગુમાવ્યા વિના તાલીમ પૂર્ણ કરી હતી.

“મને હંમેશા ઈલેક્ટ્રોનિક્સ કેવી રીતે કામ કરે છે તેમાં રસ રહ્યો છે. મોબાઈલ રિપેર કરવાના વિચારે મને આકર્ષિત કર્યો, પરંતુ મારી પાસે કોઈ ઔપચારિક તાલીમ નહોતી પરંતુ આજે મોબાઈલ રિપેરની તાલીમ લીધા પછી હું મારો પોતાનો વ્યવસાય શરૂ કરીને ખુશ છું,” એમ પીયૂષ ખુશખુશાલ ચહેરા સાથે સાથે કહે છે.

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ (DRPPL) દ્વારા ધારાવી સોશિયલ મિશન હેઠળ યોજાયેલી અનેક કૌશલ્ય વિકાસ પ્રવૃત્તિઓમાંની એક, મોબાઇલ રિપેર ટેકનિશિયન તાલીમ છે, જે પીયૂષ જેવા ઉભરતા વિદ્યાર્થીઓને ટેકનિકલ કૌશલ્ય આપે છે, તેમજ તેમને ગ્રાહકો સાથે આત્મવિશ્વાસપૂર્વક વાતચીત કરવાની તાલીમ આપે છે.

પીયૂષ કહે છે, “આ વર્કશોપનો સૌથી મહત્વનો ભાગ વાસ્તવિક સમારકામને કેવી રીતે હેન્ડલ કરવું તે શીખવાનો છે. હું મૂળભૂત ઈલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર રિપેરથી લઈને સોફ્ટવેર મુશ્કેલીનિવારણ સુધીની દરેક વસ્તુનો અભ્યાસ કરી શક્યો. તદુપરાંત, ગ્રાહક સાથેનાં સંબંધોની તાલીમે મને લોકો સાથે વ્યવસાયિક રીતે કામ પાર પાડવાનો આત્મવિશ્વાસ આપ્યો.”

જો કે, પીયૂષની વાત અહીં પૂરી થતી નથી. પીયૂષનું કહેવું છે કે વર્કશોપના શિક્ષકોએ તેને પોતાનો બિઝનેસ શરૂ કરવાની પ્રેરણા આપી. તેઓએ તેમને ઉદ્યોગસાહસિક બનવા માટે પ્રભાવિત કર્યા અને તેનાથી તેમના સ્વપ્નને પાંખો મળી.

પીયૂષ ભારપૂર્વક કહે છે, “વર્કશોપના શિક્ષકોએ મને મારો પોતાનો વ્યવસાય શરૂ કરવાનો વિશ્વાસ આપ્યો અને હું બેરોજગાર હતો એ હકીકતે મને મારી જાતે જ કંઈક કરવા પ્રેર્યો. આને લીધે મેં એક હિંમતભર્યું પગલું ભર્યું અને મારા નજીકના વિસ્તારમાં એક દુકાન ભાડે લીધી અને અહીં ખુશીથી મોબાઈલ રિપેરિંગનો વ્યવસાય કરું છું. હવે, હું આ વ્યવસાયમાંથી દર મહિને લગભગ રૂ. 25,000 કમાઉં છું, અને હું ખુશ છું કે હું મારા કુટુંબને ચલાવવામાં ઘણું યોગદાન આપું છું,” એમ પીયૂષ ભારપૂર્વક જણાવે છે.

ધારાવીકર DRPPLની કૌશલ્ય પ્રશિક્ષણ પહેલને આવકારે છે અને તેમને ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપી રહ્યા છે. પીયૂષના જણાવ્યા અનુસાર, ધારાવીના યુવાનોને આ તાલીમ કાર્યક્રમોનો ઘણો ફાયદો થઈ શકે છે.

“આ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમે મને માત્ર પુસ્તકનું જ્ઞાન જ આપ્યું નથી, પણ મોબાઈલ રિપેર કેવી રીતે કરવો તે પણ શીખવ્યું છે. મને આનંદ છે કે હું પૈસા ખર્ચ્યા વિના આ કુશળતા શીખી શક્યો. હું મોબાઇલ રિપેરિંગ કૌશલ્ય માટેના બીજા પ્રોગ્રામમાં પણ જોડાવા માંગુ છું, ભલે મારે તેના માટે પૈસા ખર્ચવા પડે તો પણ હું ચોક્કસપણે તે શીખવા માંગીશ.” પીયૂષ એમ પણ કહે છે કે તે તેના મિત્રોને પણ આનો લાભ લેવા અને તાલીમ લેવા વિનંતી કરે છે.

પીયૂષ લવાંગરેની સફળતાની વાત આજે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ (DRPPL) દ્વારા હાથ ધરાયેલા ધારાવી સોશિયલ મિશન હેઠળ યોજાઈ રહેલી કૌશલ્ય વિકાસ તાલીમ પ્રવૃત્તિઓના મહત્વને ઉજાગર કરે છે!

ધારાવી સોશિયલ મિશન વિશે:

ધારાવી સોશિયલ મિશન (DSM) એ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ (DRPPL)ની મુખ્ય પહેલ છે, જે સામાજિક, આર્થિક અને માળખાકીય પરિમાણોને સમાવીને ધારાવીના રહેવાસીઓના આરોગ્યપ્રદ વિકાસને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આ મિશન ધારાવીના યુવાનો, મહિલાઓ, ઉદ્યોગો અને વંચિત જૂથો પર વિશેષ ભાર મૂકે છે. મિશનના પ્રયાસો કૌશલ્ય આધારિત રોજગાર, શિક્ષણ, આરોગ્યસંભાળ અને સ્વચ્છતા, સામાજિક જોડાણ અને સમુદાય કલ્યાણને વધારવા ઉપર કેન્દ્રિત છે.

ધારાવી સોશિયલ મિશન, સહુને માટે ઉજ્જવળ, વધુ સ્થિતિસ્થાપક અને સમાવિષ્ટ ભવિષ્યનું નિર્માણ થઈ શકે એ માટે સમુદાયના જીવનની સંપૂર્ણ ગુણવત્તા સુધારવા, વ્યક્તિઓને સશક્ત કરવા, ટકાઉ આજીવિકા વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. આ હેતુલક્ષી મિશન સ્વ-નિર્ભર ઇકો સિસ્ટમ માટે વ્યક્તિઓ અને જૂથોની લાંબા ગાળાની અને ટકાઉ, સામાજિક-આર્થિક ક્ષમતાઓ વધારવા માટે કામ કરવાનો પ્રયાસ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *