અમદાવાદ સ્થિત ઝોડિયાક એનર્જી લિમીટેડને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોલાર પ્રોજેકટ સ્થાપવા માટે રૂ. 154 કરોડનો ઓર્ડર આપવામાં આવ્યો છે. તેમ ઝોડિયાક એનર્જી કંપનીએ સ્ટોક એક્સચેંજને જણાવ્યું હતું. ઝોડિયાક એનર્જી લિમીટેડને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તરફથી ગુજરાત રાજ્યમાં 30MW ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ્સની ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ માટેનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જેમાં 5 વર્ષ માટે ઇરેક્શન, ઓપરેશન અને મેઇન્ટેનન્સ અને લીઝ/પેટાલીઝનો સમાવેશ થાય છે. આ 30MW ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ્સ પ્રોજેકટની કોસ્ટ રૂ. 154.27 કરોડ થાય છે. ઝોડિયાક એનર્જી લિમીટેડના ચેરમેન કુંજ શાહે ઓર્ડર અંગે જણાવ્યું હતું કે, અગાઉ માર્ચ મહિનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તરફથી ગુજરાત રાજ્યમાં 30 MW ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ્સની ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું .જે ટેન્ડરમાં ઝો઼ડિયાક એનર્જી લિમીટેડ સૌથી નીચા બીડર રહ્યા હતા. જેને પગલે કોર્પોરેશને ઝો઼ડિયક એનર્જીને આ 154.27 કરોડના ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેકટ સ્થાપવા ઓર્ડર મળ્યો છે. આ પ્રોજેકટને ઝોડિયાક એનર્જી કંપનીએ અઢાર મહિનામાં પુર્ણ કરવાનો રહેશે.
કોર્પોરેશન સુત્રો અને પ્રાપ્ત માહિતી મુજબ એએમસી માટે સાબરકાંઠાના ખરાડી ગામે સોલાર પ્લાન્ટ સ્થાપવામાં આવશે. પ્રોજેકટ 27 વર્ષની લીઝ થકી એકવાયર કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન પાસે કચ્છમાં વિન્ડ એનર્જી પ્લાન્ટ છે.જે ૨૧ મેગાવોટ વીજળી પેદા કરીને રૂ. 191 કરોડ જેટલી રકમની બચત થાય છે અને કચ્છમાં જ સાત મેગાવોટનો સોલાર પ્લાન્ટ કાર્યરત છે. આમ એએમસીએ કુલ 28 મેગાવોટ ગ્રીન એનર્જી પ્લાન્ટ સ્થાપ્યા છે. હવે તેમાં બનાસકાંઠાના નવા પ્લાન્ટની કામગીરી શરૂ થવાની સાથે કોર્પોરેશનનોરીન્યુએબલ ઉર્જાનો પોટફોલીયો 58 મેગાવોટ પહોંચશે.