
ઝોડિયાક એનર્જી લિમીટેડનો નાંણાકિય વર્ષ 2024-25નો કરવેરા પછીનો નફો(PAT) 82 ટકા વધ્યો.
નાણાકીય વર્ષ 2024-25 માટે ની નાણાકીય પરિણામો ની હાઇલાઇટ્સ
અમદાવાદ સ્થિત રીન્યુએબલ એનર્જી ક્ષેત્રની EPC સર્વિસ આપતી કંપની ઝોડિયાક એનર્જી લિમીટેડએ તેના નાંણાકિય વર્ષ 2024-25ના તથા Q4 ના પરિણામ જાહેર કર્યા હતા. તેમાં નાંણાકિય વર્ષ 2024-25ના નો કરવેરા પછીનો નફો રૂ. 10.97 કરોડથી વધીને રૂ 19.97 કરોડ નોંધાયો હતો જે 82 ટકા નો વધારો સુચવે છે. જયારે નાંણાકિય વર્ષ 2024-25ના છેલ્લા ચોથા ત્રિમાસિક ગાળાની કામગીરીમાં કરવેરા પછીનો નફો 5.69 કરોડથી વધીને રૂ 9.44 કરોડ નોંધાયો હતો, આમ 65.69 ટકા નો વધારો થયો હતો. તો નાણાકીય વર્ષ 2024- 25 માં આવક રૂ 220 કરોડથી વધીને રૂ 407 કરોડ એટલેકે વાર્ષિક ધોરણે 85 % અને નાણાકીય વર્ષ 2024- 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ 106 કરોડથી વધીને રૂ 171 કરોડ એટલેકે 60.7% ના વાર્ષિક ધોરણે વધી હતી. નાણાકીય વર્ષ 2024- 25 માં EBITDA વાર્ષિક ધોરણે 95.3% વધ્યો હતો.
કંપનીએ તાજેતર માં એક્સચેન્જ માં જણાવેલી વિગતો અનુસાર એટલે કે મેનેજમેન્ટ કોમેન્ટરી અને વ્યૂહાત્મક દિશા સંદર્ભે કંપનીના ચેરમેન કુંજ શાહે જણાવ્યું હતું કે, કંપની વૈશ્વિક વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. નિકાસ-લક્ષી EPC ખેલાડી તરીકે અમારી સ્થિતિને મજબૂત બનાવવા તરફ અને આફ્રિકામાં અમારી હાજરીને મજબૂત બનાવવા ના પ્રયત્નો રૂપે ઝોડિયાક એનર્જીએ આફ્રિકાના ઝામ્બિયામાં 4 મેગાવોટનો ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ હમણાં જ કમિશન કર્યો છે. કંપનીએ ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલાર બિઝનેસને સ્કેલ કરવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે કંપનીના રીન્યુએબલ ઉર્જા પોર્ટફોલિયોનો આધાર છે. રૂફટોપ સાથે કંપની આગામી સમયમાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS) ક્ષેત્રે કામગીરી કરશે. બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) પ્રોજેક્ટ્સનું અમલીકરણ પ્રાથમિકતા રહે છે, કારણ કે કંપની સ્ટોરેજ-ઇન્ટિગ્રેટેડ રીન્યુએબલ સોલ્યુશન્સ માટે વધતી જતી વૈશ્વિક માંગનો લાભ લેવાનું લક્ષ્ય રાખે છે. તથા ઝોડિયાક એનર્જી લિમિટેડ એ નાણાકીય વર્ષ ૨૦૨૫ માં ઇન્ડિપેન્ડન્સ પ્રોડ્યુસર આઈપીપી સેગમેન્ટમાં PM-KUSUM દ્વારા સફળતાપૂર્વક પ્રવેશ કર્યો છે જેનો ઉદ્દેશ સોલર એનર્જી એસેટ્સ બનાવવાનો છે જે રીકરીંગ રેવન્યુ અને માર્જિન પ્રોફાઈલ સુધારૉ પ્રદાન કરે છે..