ધારાવી સોશિયલ મિશન: કૌશલ્ય તાલીમ થકી 100 યુવાનોના ભવિષ્યને ઉજ્જવળ બનાવાયું
નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (NMDPL) હેઠળ ધારાવી સોશિયલ મિશન (DSM) ટીમ દ્વારા આયોજિત એ.સી રિપેર અને રિટેલ સેલ્સ અભ્યાસક્રમોમાંથી સ્નાતક થયેલા 100 વિદ્યાર્થીઓની જેવીએલઆર, મુંબઈ ખાતે AEMI ઓડિટોરિયમની હાજરી ગર્વ અપાવે તેવી હતી. આ અભ્યાસક્રમો ધારાવીના યુવાનોને ઉદ્યોગ-સંબંધિત કૌશલ્યોથી સજ્જ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા, જેના દ્વ્રારા તેમના માટે નવી તકના સર્જનની સાથે ઉજ્જવળ ભવિષ્યના દ્વ્રાર ખુલ્યા છે.
ધારાવી સોશિયલ મિશન, કે જે ધારાવીના પુનર્વિકાસ પ્રયાસોનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તે સમુદાયને કૌશલ્ય અને સશક્તિકરણ દ્વારા પરિવર્તનના માર્ગ પર લઈ ગયું છે. તેણે તેના વિનામુલ્યના અને ઉદ્યોગ-સંબંધિત અભ્યાસક્રમો દ્વારા 175 સહભાગીઓને તાલીમ આપી છે, જેમાં મોબાઇલ રિપેર ટેકનિશિયન, બ્યુટી થેરાપિસ્ટ, એ.સી રિપેર ટેકનિશિયન અને રિટેલ સેલ્સ એસોસિયેટ જેવા ચાર કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ...