હલનચલનએ આપણા પાર્કિન્સન હીરો માટે દવા સમાન
સોશિયલ એન્ટરપ્રાઈઝ મૂવમેન્ટ મંત્રાના સ્થાપક, ડૉ. વોનીતા સિંઘ અને થિયેટર કંપની થર્ડ હાફ થિયેટરના સ્થાપક, શ્રી સંજીવ દીક્ષિતે પાર્કિન્સન રોગ (PD) અઁગે જાગૃતિ લાવવા અને ચર્ચા થાય તે ઉદ્દેશ્યથી અમદાવાદ શહેરમાં કલબ 07 ખાતે તેમના ડાન્સ-થિયેટર પ્રોડક્શન સ્ટિલ ડાન્સિંગ નાટક ભજવવામાં આવ્યું હતું.
જાણીતા મૂવમેન્ટ કોચ ડૉ. વોનિતા સિંઘ માને છે કે લોકોમાં પાર્કિન્સન્સ ડિસીઝ (PD) વિશે ચોક્કસ સ્તરની જાગૃતિ અને માઇન્ડફુલનેસનો અભાવ છે. તેમણે આ પરિવર્તન લાવવાની જવાબદારી શીરે લીધી છે અને સ્વતંત્ર થિયેટર કંપની થર્ડ હાફ થિયેટર સાથે મળીને તેણીના સામાજિક સાહસ મૂવમેન્ટ મંત્રા દ્વારા સ્ટીલ ડાન્સિંગ નાટકનું નિર્માણ કર્યું છે. આ એક કલાકનું અંગ્રેજી નાટક એક સત્ય ઘટના છે, જે તેના પિતાની સંભાળ રાખનાર તરીકેના તેના પોતાના જીવન પર આધારિત છે જેમને પાર્કિન્સન્સ ડિસીઝ (PD)નું નિદાન થયું હતું. આ નાટક આજે અમદાવાદમાં દર્શાવવમ...







