
ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે મહાત્મામંદિર ગાંધીનગર ખાતે ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં યુ.એ.ઇ.ના પ્રેસીડેન્ટ, ચેક રીપબ્લિકનના પ્રાઇમ મીનીસ્ટર, મોઝામમ્બિકના પ્રેસીડેન્ટ, તીમોરલેસ્ટના પ્રેસીડેન્ટ, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત ૧૩૦ કરતાં પણ વધુ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.દેશના અમૃતકાળની પ્રથમ અને ગુજરાતની ૧૦મી વાઇબ્રન્ટ સમિટને ખુલ્લી મૂકતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, દેશને આઝાદ થયાના ૭૫ વર્ષ પૂર્ણ થયાં હવે આગામી ૨૫ વર્ષ એ જ લક્ષ્ય પર આગળ વધતાં ૧૦૦ વર્ષની પૂર્ણતાએ વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતના નિર્માણનું આપણું લક્ષ છે.તેમણે ઉમેર્યું હતું કે, અમૃતકાળની આ પ્રથમ વાઇબ્રન્ટ સમીટ નવા સપના - સંકલ્પ અને સિદ્ધિઓને સાકાર કરવાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ બન...