Tuesday, June 25News That Matters

હલનચલનએ આપણા પાર્કિન્સન હીરો માટે દવા સમાન

સોશિયલ એન્ટરપ્રાઈઝ મૂવમેન્ટ મંત્રાના સ્થાપક, ડૉ. વોનીતા સિંઘ અને થિયેટર કંપની થર્ડ હાફ થિયેટરના સ્થાપક, શ્રી સંજીવ દીક્ષિતે પાર્કિન્સન રોગ (PD) અઁગે જાગૃતિ લાવવા અને ચર્ચા થાય તે ઉદ્દેશ્યથી અમદાવાદ શહેરમાં કલબ 07 ખાતે તેમના ડાન્સ-થિયેટર પ્રોડક્શન સ્ટિલ ડાન્સિંગ નાટક ભજવવામાં આવ્યું હતું.

જાણીતા મૂવમેન્ટ કોચ ડૉ. વોનિતા સિંઘ માને છે કે લોકોમાં પાર્કિન્સન્સ ડિસીઝ (PD) વિશે ચોક્કસ સ્તરની જાગૃતિ અને માઇન્ડફુલનેસનો અભાવ છે. તેમણે આ પરિવર્તન લાવવાની જવાબદારી શીરે લીધી છે અને સ્વતંત્ર થિયેટર કંપની થર્ડ હાફ થિયેટર સાથે મળીને તેણીના સામાજિક સાહસ મૂવમેન્ટ મંત્રા દ્વારા સ્ટીલ ડાન્સિંગ નાટકનું નિર્માણ કર્યું છે. આ એક કલાકનું અંગ્રેજી નાટક એક સત્ય ઘટના છે, જે તેના પિતાની સંભાળ રાખનાર તરીકેના તેના પોતાના જીવન પર આધારિત છે જેમને પાર્કિન્સન્સ ડિસીઝ (PD)નું નિદાન થયું હતું. આ નાટક આજે અમદાવાદમાં દર્શાવવમાં આવ્યું હતું – “તે એવા કોઈપણ પરિવારની વાત છે જે પાર્કિન્સન્સ ડિસીઝ થી પીડિત દર્દી સાથે કામ કરતી વખતે ઉતાર-ચઢાવમાંથી પસાર થયા હોય છે” તેમ લેખક-દિગ્દર્શક, સંજીવ દીક્ષિતે જણાવ્યુ હતું

મૂવમેન્ટ કોચ ડૉ. વોનિતા સિંઘે જણાવ્યું હતું કે,“અમારા નાટકની સ્ટોરી દ્વારા
અમે હાલના સૌથી ઝડપથી વિકસતી ન્યુરોલોજીકલ પરિસ્થિતિઓ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે ઇચ્છીએ છીએ કે અન્ય લોકો ઇનકાર કર્યા વિના સ્થિતિના પ્રારંભિક લક્ષણોને સમજે અને સ્વીકાર કરે. અમે પાર્કિન્સન રોગ –પીડીથી પીડિત વ્યક્તિના માત્ર પડકારો અને લક્ષણો જ નહીં, પરંતુ પરીસ્થિતિ પ્રત્યેના વલણ અને અભિગમને પણ બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ,” સિંઘે જણાવ્યું તેમ આ નાટકનો જન્મ જાગૃતિના અભાવમાંથી થયો છે. સમાજ – સામાજિક અને વધુ સાંસ્કૃતિક રીતે – PD તરફ પ્રથમ વખત, 11 એપ્રિલ, 2019 ના રોજ દુબઈમાં, સ્ટિલ ડાન્સિંગનું આયોજન મે 2023 માં બે વાર કરવામાં આવ્યું હતું. સિંઘ ટૂંક સમયમાં જ ભારત શિફ્ટ થઈ ગયા હતા, ભારતમાં તેમનો ડેબ્યુ શો 11 એપ્રિલ, 2024 ના રોજ NCPA ખાતે મુંબઈમાં, ત્યારબાદ 13 એપ્રિલના રોજ રોયલ ઓપેરા હાઉસ, મુંબઈ ખાતે હાઉસફુલ શો.પીડીથી પીડિત વ્યક્તિના માત્ર પડકારો અને લક્ષણો જ નહીં , પરંતુ સ્થિતિ પ્રત્યેના વલણ અને અભિગમને પણ બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ,” સિંઘે શેર કર્યું. સિંઘે જણાવ્યું તેમ આ નાટકનો જન્મ જાગૃતિના અભાવમાંથી થયો હતો. સામાજિક અને વધુ સાંસ્કૃતિક રીતે -પાર્કિન્સન્સ ડિસીઝ તરફ પ્રથમ વખત, 11 એપ્રિલ, 2019 ના રોજ દુબઈમાં, સ્ટિલ ડાન્સિંગ નાટકનું આયોજન મે 2023 માં બે વાર કરવામાં આવ્યું હતું. સિંઘ ટૂંક સમયમાં જ ભારત શિફ્ટ થઈ ગયા હતા, ભારતમાં તેમનો ડેબ્યુ શો 11 એપ્રિલ, 2024 ના રોજ NCPA ખાતે મુંબઈમાં, ત્યારબાદ 13 એપ્રિલના રોજ રોયલ ઓપેરા હાઉસ, મુંબઈ ખાતેયોજાયો હતો જે હાઉસફુલ શો હતો

“આ વિષયને આપણા સમાજ સમક્ષ રજુ કરવા માટે થિયેટર અને નૃત્યના સંકલનથી વધુ સારું બીજુ માધ્યમ ન હોઈ શકે. સાચી વાત હકીકત કહેવામાં આવે છે તેથી તે ભાવનાત્મક બની શકે છે , અને આપણી ભૂલોમાંથી જ આપણા અનુભવો અને આપણી શિખેલી બાબતોને શેર કરવાનો આ વિચાર છે. ” તેમણએ ઉમેર્યુ હતું

પાર્કિન્સન ડિસીઝ-પીડી હીરોમાં મુવમેન્ટ અને મોમેન્ટમ એટલે કે, હલનચલન માટે નૃત્યનો ઉપયોગ કરવાના કારણો દર્શાવતા, ડૉ. વોનિતા સિંઘે કહ્યું કે, “જ્યારે મારા પપ્પા પીડાતા હતા, ત્યારે પણ અમે તેમને પાણીનો ગ્લાસ ઉપાડવા, તથા અન્ય રોજિંદા કામકાજમાં મદદકરતાં હતા. અમે માનતા હતા કે અમે સારા સંભાળ રાખનારા છીએ, પરંતુ અમે તે સમયે અમે વધુ બેડીઓથી બંધ કરી રહ્યા હતા, જે દર્દીઓ પર ચોક્કસ મનોવૈજ્ઞાનિક અસર કરે છે અને સ્નાયુઓની હલનચલન કરવાની ક્ષમતાને વધુને વધુ ઘટાડે છે. તેના વિશે વિસ્તૃત રીતે સંશોધન અને અનેક સંવાદો કર્યા પછી, મને ધીમે ધીમે સમજાયું કે નૃત્ય તત્વ એટલે કે, રીધંમ-લય, સિકવન્સ, કોરિયોગ્રાફી અને ઇમેજરી કોઇ કામ કરવા તૈયારી દર્શાવતી આંતરિક સિસ્ટમને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે, જે અન્યથા ડોપામાઇનના ઘટતા સ્તરથી પ્રભાવિત થાય છે. પ્રજાને શિક્ષિત કરવું અને નિષ્ઠા કેળવી એ સુનિશ્ચિત કરવું કે લોકો પાર્કિન્સન ડિસીઝમાંથી બહાર આવે એ સ્ટિલ ડાન્સિંગ નાટકનો અંતિમ ઉદ્દેશ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *