Monday, October 20News That Matters

Author: siteadmin

વર્લ્ડકપની ફાઇનલ મેચ : અમદાવાદ શહેર છે આવકારવા તૈયાર ક્રિકેટ રસિકોને

વર્લ્ડકપની ફાઇનલ મેચ : અમદાવાદ શહેર છે આવકારવા તૈયાર ક્રિકેટ રસિકોને

News
સમગ્ર વિશ્વની અને ખાસ કરીને વિશ્વભરના ક્રિકેટ રસિયાની નજર અમદાવાદમાં યોજાનારી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ પર છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ શહેરને શણગારીને પ્રવાસીઓને આવકારવા તૈયાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે વિવિધ તૈયારીઓ કરી છે જેમ કે, અમદાવાદ શહેરના કુલ પર જેટલા ફ્લાયઓવર, રેલ્વે ઓવરબ્રીજ, નદી પરના બ્રીજ, રીવરફ્રન્ટ અન્ડરપાસને રોશનીથી શણાગારવામાં આવેલા છે. સાથે સાથે, શહેરમાં આવેલ વિવિધ અ.મ્યુ.કોર્પો.ની કચેરીઓને રોશનીથી શણગારવામાં આવેલ છે. શહેરમાં આવેલ વિવિધ સર્કલોને રોશનીથી શણગારવામાં આવેલ છે, પ્રવાસીઓના પરિવહન માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સજજ છે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમ તરફ જવા – આવવા માટે કુલ 16 ફૂટો ઉપર 119 બસો મેચના દિવસે એએમટીએસ દ્વારા સંચાલનમાં મુકવામાં આવેલી છે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમના રૃટના અવર-જવરના...
ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ જોવા જવા નહીં પડે મુશ્કેલી, BRTSની 91 અને AMTSની 119 બસો દોડાવવામાં આવશે

ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ જોવા જવા નહીં પડે મુશ્કેલી, BRTSની 91 અને AMTSની 119 બસો દોડાવવામાં આવશે

News
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગમી 19 નવેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. ફાઇનલ મેચને લઇને મેટ્રો રેલ સેવા રાત્રે 1 વાગ્યા સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો સાથેજ બીઆરટીએસ અને એએમટીએસ દ્વારા પણ વધારાની બસો દોડાવવામાં આવશે. ખીરઆટીએસ દ્વારા મેચના દિવસે કુલ 91 બસો જ્યારે એએમટીએસ દ્વારા કુલ 119 બસો વિવિધ રુટ પર દોડાવવામાં આવશે. 16 રુટો પર 119 એએમટીએસ બસો દોડાવાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જવા-આવવા માટે હાલના 11 રૂટની 69 બસો સવારે 6થી રાત્રે 11 વાગ્યા સુધી તેમજ નાઈટના 5 રુટની 50 બસો રાત્રે 8.30 વાગ્યાથી મોડી રાત્રે 1 વાગ્યા સુધી વ્યવસ્થા કરવામાં આવી છે. આમ કુલ 16 પર 119 બસોનું સંચાલન કરવામાં આવશે. જેમાં ત્રાગડ ગામથી ઇન્દિરાનગર વિ.(પાણીની ટાંકી) 10 ખસ, મણીનગરથી ચાંદખેડા(સારથી બંગ્લોઝ) 10, લાલ દરવાજાથી ચાંદખેડા 5 બસ, લાલ દરવાજાથી રાજીવનગર(...
‘ભારતની સિલિકોન વેલી’ બેંગલુરૂમાં યોજાયો વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટેનો રોડ શૉ

‘ભારતની સિલિકોન વેલી’ બેંગલુરૂમાં યોજાયો વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટેનો રોડ શૉ

Business
વાઈબ્રન્ટ ગુજરાત 2024ના પ્રતિનિધિમંડળે 9 નવેમ્બરના રોજ ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં બેંગલુરૂ ખાતે સફળતાપૂર્વક રોડ શૉ સંપન્ન કર્યો. આ પ્રસંગે ગુજરાત સરકારના અધિકારીઓ સહિત પ્રતિષ્ઠિત ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવી દિલ્હીમાં કર્ટેન રેઇઝર કાર્યક્રમની સફળતા પછી, ગુજરાત સરકારે મુંબઈ, ચંદીગઢ, કોલકાતા, ચેન્નાઈ અને લખનઉમાં પણ રોડ શૉનું આયોજન કર્યું હતું. આ સાથે ગુજરાત સરકારે જાપાન, જર્મની, ઈટાલી, ડેન્માર્ક, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, યુએઈ, વિયેતનામ, દક્ષિણ કોરિયા અને યુએસએમાં પણ વૈશ્વિક સ્તરે વાઈબ્રન્ટ ગુજરાત 2024 માટેના રોડ શૉનું આયોજન કર્યું હતું. બેંગલુરૂ રોડ શૉનું આયોજન રાજ્યની ગતિશીલ નીતિઓ અને વહીવટની અપાર સંભાવનાઓ દર્શાવવા માટે કરવામાં આવ્યું હતું, ...
VGGS 2024 પ્રતિનિધિમંડળની યુરોપની મુલાકાત 2024 કરોડના મૂલ્યના એમઓયુ પર હસ્તાક્ષર

VGGS 2024 પ્રતિનિધિમંડળની યુરોપની મુલાકાત 2024 કરોડના મૂલ્યના એમઓયુ પર હસ્તાક્ષર

Business
વાઈબ્રન્ટ ગુજરાત ડેલિગેશને ઈટાલી, જર્મની અને ડેન્માર્કની મુલાકાત લીધી** ગાંધીનગર, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના ભાગરૂપે, VGGS 2024 પ્રતિનિધિમંડળે ગુજરાત સરકાર સાથે સંભવિત સહયોગ અને રોકાણો વિશે રચનાત્મક ચર્ચામાં મેનેજમેન્ટના વડાઓ સાથે જોડાવા માટે યુરોપની મુલાકાત લીધી. પ્રતિનિધિમંડળે 22 ઓક્ટોબરથી 02 નવેમ્બર 2023 દરમિયાન ત્રણ દેશોની મુલાકાત લીધી હતી, જેમાં ડેન્માર્ક, ઇટાલી અને જર્મનીનો સમાવેશ થાય છે. VGGS પ્રતિનિધિમંડળની આ મુલાકાત યુરોપ સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. મુલાકાત દરમિયાન ₹2024 કરોડથી વધુના રોકાણો માટેના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. VGGS 2024 પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાહુલ ગુપ્તા, IAS દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઈલ...
ગ્રીન ફિલ્ડ ઈન્‍ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી તરીકે વિકસી રહેલા ધોલેરા SIRની મુલાકાત લેતું ૭૦  જાપાનીઝ ડેલીગેશન

ગ્રીન ફિલ્ડ ઈન્‍ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી તરીકે વિકસી રહેલા ધોલેરા SIRની મુલાકાત લેતું ૭૦ જાપાનીઝ ડેલીગેશન

Business
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વર્લ્ડ ક્લાસ ઈન્‍ડસ્ટ્રીયલ ડેવલપમેન્‍ટ માટે આપેલા આગવા વિઝનને અનુરૂપ ધોલેરામાં ગ્રીનફિલ્ડ ઈન્‍ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી ૯૨૦ સ્ક્વેર કિલોમીટરમાં વિકસાવવામાં આવી રહ્યું છે. બેસ્ટ ઈન્‍ફ્રાસ્ટ્રક્ચર, ઉત્તમ કનેક્ટીવીટી, ઈન્‍ટરનેશનલ એરપોર્ટ, ફોર લેન એક્સ્પ્રેસ વે અને વિશાળ સોલાર પાર્ક જેવી શ્રેષ્ઠ સુવિધાઓનો અહીં વિકાસ થઈ રહ્યો છે તે સંદર્ભમાં ભારતમાં પોતાનાં રોકાણો-ઉત્પાદનો શરૂ કરવા માંગતી જાપાનીઝ કંપનીઓ માટે ધોલેરા ઉત્તમ પસંદગીનું સ્થળ બની રહે તેવા હેતુથી જાપાનની વિવિધ કંપનીઓનાં ૭૦ સભ્યોનું ડેલીગેશન ધોલેરા SIRની મુલાકાતે આવ્યું હતું. વડાપ્રધાનશ્રીનાં દિશાદર્શનમાં આ ગ્રીનફિલ્ડ ઈન્‍ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીને સેમિકન્‍ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરીંગ જેવા ઉભરતાં ક્ષેત્રમાં સ્ટ્રેટેજીક લોકેશન તરીકે વિકસાવવાની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની નેમ છે. વડાપ...
સાયન્સ સીટી ખાતે નવીનીકરણ પામેલા મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેન શોનું લોકાર્પણ

સાયન્સ સીટી ખાતે નવીનીકરણ પામેલા મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેન શોનું લોકાર્પણ

LifeStyle
સાયન્‍સ સિટીના આકર્ષણમાં સતત વૃદ્ધિ કરવાના ઉપક્રમમાં વધુ એક કદમ સોમવાર સિવાય દરરોજ મ્યુઝીકલ ફાઉન્‍ટેનનાં ૨૫ મિનીટનાં ઓછામાં ઓછા બે શો યોજાશે ૩૬ X ૧૬ મીટરની વોટર સ્ક્રીન પર મલ્ટીમીડિયા લેસર સાઉન્ડ શો-૭૦ મીટરની ૩ સ્ક્રીનમાં એકસાથે ૩D પ્રોજેક્શનમાં પ્રસ્તુતી લોકો માટે રોમાંચકારી અનુભવ બની રહેશે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સીટી, અમદાવાદ ખાતે નવીનીકરણ પામેલા આકર્ષક મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેનનું લોકાર્પણ કર્યું છે. ૨૦૦૫માં સાયન્સ સિટી ખાતે ૧૦,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજી સાથે શરૂ કરવામાં આવેલા આ મ્યુઝિકલ ફાઉન્ટેનના નવીનીકરણ બાદ દેશની સૌથી અદ્યતન સાઉન્ડ અને લાઇટ સિસ્ટમ સાથેનો નયનરમ્ય અને આકર્ષક મ્યુઝિકલ ફાઉન્ટેન મુખ્યમંત્રીશ્રીએ શુક્રવારે સાંજે જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૦૧માં ૧૦૭ હેક્...
‘દક્ષિણ ભારતનું ડેટ્રોઇટ’ તરીકે જાણીતા ચેન્નાઈમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટેનો રોડ શૉ સંપન્ન

‘દક્ષિણ ભારતનું ડેટ્રોઇટ’ તરીકે જાણીતા ચેન્નાઈમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટેનો રોડ શૉ સંપન્ન

Breaking News
વાયબ્રન્ટ ગુજરાતની 10મી આવૃત્તિ માટે નવી દિલ્હીમાં યોજાયેલા કર્ટન રેઝર અને મુંબઈ, ચંદીગઢ, કોલકાતા અને જાપાનમાં સફળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ શૉ બાદ, વાયબ્રન્ટ ગુજરાત 2024ના પ્રતિનિધિમંડળે આજે ગુજરાત સરકારના માનનીય નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની આગેવાની હેઠળ ચેન્નાઈ ખાતે રોડ શૉનું સફળતાપૂર્વક સમાપન કર્યું. આ પ્રસંગે ગુજરાત સરકારના અધિકારીઓ સહિત ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત અગ્રણીઓએ હાજરી આપી હતી. રોડ શૉ પૂર્વે, ગુજરાતના માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઇએ વિવિધ ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠક કરી હતી, જેમાં, સ્ટાર હેલ્થ એન્ડ અલાઈડ ઈન્સ્યોરન્સ કંપની લિ.ના એમડી અને સીઇઓ શ્રી આનંદ રોય, અશોક લેલેન્ડ લિ.ના ડેપ્યુટી સીએફઓ શ્રી કે.એમ. બાલાજી, એપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝ લિ.ના સીએફઓ શ્રી ક્રિશ્નન અખિલેશ્વરન, MRF લિ.ના વાઇસ ચેરમેન અને એમડી શ્રી અરૂણ મમ્મેન, સિફિ ટેક્નો...
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં વધુ ૮ MoU:રૂ 5115 કરોડનું રોકાણ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં વધુ ૮ MoU:રૂ 5115 કરોડનું રોકાણ

Breaking News
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આગામી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી સીરીઝનાં પ્રારંભ પૂર્વે જ વિવિધ ઉદ્યોગ જુથો સાથે ગાંધીનગરમાં રાજ્યકક્ષાએ MoU કરવાનો ઉપક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વેગવંતો બન્યો છે. રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ આવા MoU વિવિધ ઉદ્યોગો સાથે કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે તેમાં અત્યાર સુધીમાં ૪૭ MoU રૂ. ૨૫,૯૪પ કરોડના સંભવિત રોકાણો માટેના થયા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ શૃંખલાને આગળ ધપાવતા ગુરુવાર તારીખ ૨ નવેમ્બરે વધુ ૮ એમ.ઓ.યુ. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે કર્યા હતા. આ અંતર્ગત ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં મેડિકલ ડિવાઈસીસ એન્ડ બાયોલોજીકલ મેન્યુફેક્ચરિંગ, દવાઓ અને ઇન્જેક્શન, ટેબલેટ, કેપ્સ્યુલ, બલ્ક ડ્રગ ઉત્પાદન માટેના કુલ રૂ. ૧૭૭૦ કરોડના રોકાણોના એમઓયુ કરવામાં આવ્યા હતા....
અમદાવાદ સાયન્સ સિટીમાં નવા આકર્ષણો ઉમેરાશે, એવીએશન એન્ડ ડિફેન્‍સ ગેલેરી પણ બનશે

અમદાવાદ સાયન્સ સિટીમાં નવા આકર્ષણો ઉમેરાશે, એવીએશન એન્ડ ડિફેન્‍સ ગેલેરી પણ બનશે

News
સાયન્સ સિટીમાં ઊભા કરાશે : • હ્યુમન એન્‍ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી • એવીએશન એન્ડ ડિફેન્‍સ ગેલેરી • બાયોડાઇવર્સિટી પાર્ક મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નિર્માણ થયેલા સાયન્સ સિટીની ઉત્તરોત્તર વધતી લોકપ્રિયતાના સંદર્ભમાં આગામી સમયમાં નવા ઇનોવેટિવ આકર્ષણો જોડવા માટેના આયોજનની સમીક્ષા કરી હતી. વડાપ્રધાનએ વિજ્ઞાન સાથે લોકસમુહને જોડવા અને બાળકો-યુવાઓ સૌ કોઈને મનોરંજન સાથે જ્ઞાન તથા નવા વૈજ્ઞાનિક શોધ-સંશોધનની જાણકારી એક જ સ્થળેથી મળી રહે તે માટે ૧૦૭ હેક્ટર વિસ્તારમાં આ વર્લ્ડક્લાસ સાયન્સ સિટીનું નિર્માણ ૨૦૦૧માં કરાવેલું છે. આ સાયન્સ સિટીએ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે ખાસ કરીને બાળ વિદ્યાર્થીઓમાં અનેરું આકર્ષણ અને જિજ્ઞાસા જગાવ્યા છે. સાયન્સ સિટીમાં વિવિધ ગેલેરીઝ અને પાર્કસ ઉભા કરીને ટેકનોલોજી યુક્ત અભિગમ સાથે લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ...
2 નવેમ્બરના રોજ ચેન્નઈમાં આયોજિત થશે વાયબ્રન્ટ ગુજરાત રોડ શૉ

2 નવેમ્બરના રોજ ચેન્નઈમાં આયોજિત થશે વાયબ્રન્ટ ગુજરાત રોડ શૉ

Business
નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી  કનુભાઈ દેસાઇ કરશે રોડ શૉનું નેતૃત્વ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ના 10મા સંસ્કરણની તૈયારીઓ હેઠળ દેશ-વિદેશના ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે વાતચીત કરવા અને તેમને જાન્યુઆરી 2024માં આયોજિત થઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં આમંત્રિત કરવા માટે રાજ્ય સરકાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર રોડ શૉનું આયોજન કરી રહી છે. નવી દિલ્હીમાં કર્ટેન રેઇઝર કાર્યક્રમ અને ત્યારબાદ મુંબઈ, ચંદીગઢ, અને જાપાનમાં આયોજિત રોડ શૉની ભવ્ય સફળતા બાદ ગુજરાત સરકાર હવે 2 નવેમ્બર, 2023ના રોજ ચેન્નઈ ખાતે રોડ શૉ યોજવા જઇ રહી છે. ગુજરાત સરકારના માનનીય નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી  કનુભાઈ દેસાઈ આ રોડ શૉનું નેતૃત્વ કરશે. માનનીય મંત્રી  કનુભાઈ દેસાઈ આ પ્રસંગે વાયબ્રન્ટ ગુજરાત સમિટની 20 વર્ષની સફળતા, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @2047’ ના વિઝન અને...