
ઝોડિયાક એનર્જી લિમિટેડના Q1 FY2026ના મજબૂત પરિણામો
EBIDTA માં 131 % નો ઉછાળો, વેચાણમાં વર્ષદરમિયાન 23.6% વૃદ્ધિ
અમદાવાદ, 13 ઑગસ્ટ 2025: ગ્રીન એનર્જી ક્ષેત્રે કાર્યરત ઝોડિયાક એનર્જી લિમિટેડએ 30 જૂન 2025ને અંતે પૂર્ણ થયેલા આર્થિક વર્ષની પ્રથમ ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે, જેમાં મુખ્ય કામગીરીના તમામ માપદંડોમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે. નાંણાકિય વર્ષ Q1 FY2026ના મુખ્ય પરિણામમાં વેચાણ ₹98.05 કરોડ, જે Q1 FY2025ના ₹79.34 કરોડની સરખામણીએ 23.6%નો ઉછાળો દર્શાવે છે.
EBIDTA ₹9.68 કરોડ, જે અગાઉના આજ સમયગાળાના ₹4.19 કરોડની સરખામણીએ 131% વૃદ્ધિ દર્શાવે છે. EBIDTA માર્જિન Q1 FY2025ના 5.28% થી વધીને Q1 FY2026માં 9.87% થયો છે. જે 459 બેસિસ પોઇન્ટ્સનો ઉછાળો થયો છે. આ ઉપરાંત
કર બાદ નફો (PAT) ₹2.69 કરોડ, જે જે અગાઉના આજ સમયગાળાના ₹2.33 કરોડની સરખામણીએ 15.5% વૃદ્ધિ છે.સાથે FY2025ના વાર્ષિક પરિણામોમાં ઝોડિયાક એનર્જીએ ₹407.78 કરોડનું વેચાણ...