‘દક્ષિણ ભારતનું ડેટ્રોઇટ’ તરીકે જાણીતા ચેન્નાઈમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટેનો રોડ શૉ સંપન્ન
વાયબ્રન્ટ ગુજરાતની 10મી આવૃત્તિ માટે નવી દિલ્હીમાં યોજાયેલા કર્ટન રેઝર અને મુંબઈ, ચંદીગઢ, કોલકાતા અને જાપાનમાં સફળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ શૉ બાદ, વાયબ્રન્ટ ગુજરાત 2024ના પ્રતિનિધિમંડળે આજે ગુજરાત સરકારના માનનીય નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની આગેવાની હેઠળ ચેન્નાઈ ખાતે રોડ શૉનું સફળતાપૂર્વક સમાપન કર્યું. આ પ્રસંગે ગુજરાત સરકારના અધિકારીઓ સહિત ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત અગ્રણીઓએ હાજરી આપી હતી.
રોડ શૉ પૂર્વે, ગુજરાતના માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઇએ વિવિધ ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠક કરી હતી, જેમાં, સ્ટાર હેલ્થ એન્ડ અલાઈડ ઈન્સ્યોરન્સ કંપની લિ.ના એમડી અને સીઇઓ શ્રી આનંદ રોય, અશોક લેલેન્ડ લિ.ના ડેપ્યુટી સીએફઓ શ્રી કે.એમ. બાલાજી, એપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝ લિ.ના સીએફઓ શ્રી ક્રિશ્નન અખિલેશ્વરન, MRF લિ.ના વાઇસ ચેરમેન અને એમડી શ્રી અરૂણ મમ્મેન, સિફિ ટેક્નો...