ધારાવીનો ડિલિવરી બોય બન્યો સફળ બિઝનેસમેન!
ધારાવી માત્ર મુંબઈ જ નહીં પરંતુ રાજ્યના વિવિધ નાના પાયાના ઉદ્યોગોનું કેન્દ્ર છે. ધારાવીની આ સાંકડી શેરીઓમાં ઘણા યુવક- યુવતીઓ જીવનમાં કંઈક મોટું કરવાનાં સપનાં સાથે જીવે છે. પરંતુ સ્થાનિક પરિસ્થિતિ જોતાં અહીંના યુવાનોને રોજીંદા જીવન માટે સંઘર્ષ કરવો પડે છે. પણ ક્યારેક અચાનક સોનેરી તક આવી જાય છે અને આ તકનો લાભ ઉઠાવીને કેટલાયની અસ્તિત્વ ટકાવી રાખવાની લડત સાર્થક થઈ જાય છે. આ સંઘર્ષમાંથી આગળ વધી રહેલા એક સફળ ઉદ્યોગપતિની આ વાત છે. ધારાવીના પીયૂષ લવાંગરે એક સમયે નાની વસ્તુઓની ડિલિવરી કરવાથી લઈને ધારાવીમાં પોતાનો મોબાઈલ રિપેરનો વ્યવસાય ધરાવવા સુધીની તેની કહાની તમામ માટે પ્રેરણારૂપ છે.
'મારી પાસે કોઈ ખાસ આવડત ન હતી. 12મું પાસ કર્યા પછી, હું તમામ પ્રકારની નોકરીઓ કરીને મારા ભવિષ્યને સ્થિર કરવાનો માર્ગ શોધી રહ્યો હતો, પછી તે મોબાઈલ માટે સ્પેરપાર્ટ્સ પહોંચાડવાનું હોય કે કેટરિંગમાં મદદ કરવી." પીયૂષ આજ...







