
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વૃક્ષો વાવવાની ઝુંબેશને વડાપ્રધાનશ્રીએ મન કી બાતમાં બીરદાવી
વડાપ્રધાન નરેન્નાદ્ર મોદીના "એક પેડ મા કે નામ" ના વિઝનથી પ્રેરિત, અમદાવાદ શહેરે પોતાનું સસ્ટેનેબલ શહેરી વિકાસ માટે એક મોડેલ તરીકે સ્થાપિત કરી રહ્યું છે. તેમના "મન કી બાત" સંબોધનમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ અને શહેરના તળાવોના કાયાકલ્પ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા 70 લાખથી વધુ વૃક્ષો વાવવા અને જળાશયોને પુનઃસ્થાપિત કરવા બદલ શહેરની પ્રશંસા કરી હતી. આ પ્રગતિના આધારે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ત્રણ મિલિયન વૃક્ષો વાવવાની પહેલ દ્વારા શહેરના ગ્રીન કવરમાં વધારો કર્યો છે. આ પહેલ આવનારા સમયમાં શહેરનું એકંદર તાપમાન અને પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ બનશે.
‘જળ એ જ જીવન પરંતુ વૃક્ષ એ પ્રાણ જીવન છે.’ આ જ વાતને સાર્થક કરતા, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અગાઉના વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલિ રૂ...