હોક્કો હાઉસ ઓફ ચોના પરિવારનો આઈસ્ક્રીમ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ
શહેરનાં પ્રથમ આઈસક્રિમ ઉત્પાદક પરિવારો પૈકી એક હોક્કો, એક નવી સ્વાદિષ્ટ વેરાઇટી લઈને આવ્યું છે. હોક્કો, જેનો વારસો ભાગલા પહેલાનાં ભારતનો છે, તેણે આઈસક્રિમની એક વિશેષ શ્રેણી વિચારપૂર્વક તૈયાર કરી છે. જેનો ટેસ્ટ કરવા માટે સૌને આમંત્રણ આપે છે. હોક્કો હાઉસ ઓફ ચોના પરિવારનું છે. જેઓ હેવમોર આઈસક્રીમના સ્થાપકો અને ભૂતપૂવ પ્રમોટરો છે.
તેઓએ ૨૦૧૭માં દક્ષિણ કોરિયન જૂથ લોટેને કંપની વેચતા પહેલાં આઈસ્કોમ ઉધોગમાં કાંતિ લાવી દીધી હતી. ચોના પરિવારની હંમેશા કાંઈક નવું કરવાની ધગશ હવે હોક્કો આઈસક્રિમમાં પરિણમી છે. જેનાં તાજા દૂધની મધુરતા, શ્રેષ્ઠતમ સામગ્રીથી ૧૪૦થી વધુ ફ્લેવર જેમાં પારંપરિક સ્વાદથી લઈને ક્રિએટીવ મિશ્રણ રજૂ થયા છે. તમે કપ, કોન, કેન્ડી, પાર્ટી પેક, કુલ્ફી, ટબ, નોવેલ્ટી, બલ્ક પેક અથવા આઈસક્રીમ કેક પસંદ કરી શકો છો. હોક્કો તમારી પસંદગીના બધા સ્વાદ આવરી લેવા માટે હાજર છે.
હોક્કો નવીનતાના અ...