
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં એક જ દિવસમાં ૭.૧૭ લાખ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના ૫૮ MoU વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી કડીના પૂર્વાર્ધ રૂપે થયા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં એક જ દિવસમાં ૭.૧૭ લાખ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના ૫૮ MoU વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી કડીના પૂર્વાર્ધ રૂપે થયા.
દેશના ગ્રોથ એન્જિન અને વિકાસના રોલ મોડેલ ગુજરાતમાં દેશ-વિદેશના ઉદ્યોગ-રોકાણકારોને નિવેશ માટે પ્રેરિત કરતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે બુધવારે એક જ દિવસમાં ૭ લાખ ૧૨ હજાર ૨૫૦ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના MoUનો વિક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં અને પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં સર્જાયો છે.
આ સંદર્ભમાં રાજ્ય સરકાર સાથે વિવિધ ક્ષેત્રોનાં રોકાણ માટે ૫૮ જેટલા MoU ઉદ્યોગ-રોકાણકારોએ કર્યા હતા. તેના દ્વારા ૩ લાખ ૭૦ હજાર ૧૬૫ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ભવિષ્યમાં ઊભી થશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વેપાર-ઉદ્યોગના ગ્લોબલ મેપ પર ગુજરાતને અગ્રેસર બનાવવાના ઉદ્દેશ્...