ફોજદારી માનહાનિ કેસમાં પત્રકાર રવિ નાયર દોષિત જાહેર
ગાંધીનગરના માણસાની મેજિસ્ટ્રેટ કોર્ટે પત્રકાર રવિ નાયરને ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવીને તેમને એક વર્ષની જેલ અને દંડની સજા ફટકારી છે.
આ કેસની વિગત મુજબ અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ. દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં પત્રકાર રવિ નાયરે અદાણી એન્ટરપ્રાઇઝ તેમજ અદાણી ગ્રુપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના હેતુથી ખોટા અને બદનક્ષીભર્યા નિવેદનો કરતી સંખ્યાબંધ ટ્વીટ્સ કરી તેને પ્રકાશિત અને પ્રસારિત કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો
કંપનીએ પોતાની દલીલમાં કહ્યું હતું કે વાંધાજનક ટ્વીટ્સ એ વાજબી ટિપ્પણી અથવા કાયદેસર ટીકા સમાન જ નહી પરંતુ આ પત્રકારનો ઇરાદો જનતા અને રોકાણકારોની નજરમાં કંપનીની પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાને નબળી પાડવા માટેનો છે.
આ કેસ માણસાની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે કંપનીની તાર્કીક દલીલને માનીને અવલોકન કર્યું હતું કે અદાણી એન્ટરપ્રાઇઝએ તેનો કેસ સફળતા...









