
ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ જોવા જવા નહીં પડે મુશ્કેલી, BRTSની 91 અને AMTSની 119 બસો દોડાવવામાં આવશે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગમી 19 નવેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. ફાઇનલ મેચને લઇને મેટ્રો રેલ સેવા રાત્રે 1 વાગ્યા સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો સાથેજ બીઆરટીએસ અને એએમટીએસ દ્વારા પણ વધારાની બસો દોડાવવામાં આવશે. ખીરઆટીએસ દ્વારા મેચના દિવસે કુલ 91 બસો જ્યારે એએમટીએસ દ્વારા કુલ 119 બસો વિવિધ રુટ પર દોડાવવામાં આવશે.
16 રુટો પર 119 એએમટીએસ બસો દોડાવાશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જવા-આવવા માટે હાલના 11 રૂટની 69 બસો સવારે 6થી રાત્રે 11 વાગ્યા સુધી તેમજ નાઈટના 5 રુટની 50 બસો રાત્રે 8.30 વાગ્યાથી મોડી રાત્રે 1 વાગ્યા સુધી વ્યવસ્થા કરવામાં આવી છે. આમ કુલ 16 પર 119 બસોનું સંચાલન કરવામાં આવશે. જેમાં ત્રાગડ ગામથી ઇન્દિરાનગર વિ.(પાણીની ટાંકી) 10 ખસ, મણીનગરથી ચાંદખેડા(સારથી બંગ્લોઝ) 10, લાલ દરવાજાથી ચાંદખેડા 5 બસ, લાલ દરવાજાથી રાજીવનગર(...