
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪નાં પૂર્વાર્ધ રૂપે MoUની સિરીઝમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં શહેરી વિકાસ ક્ષેત્રે એમ ઓ યુ સંપન્ન
સ્માર્ટ એન્ડ સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગ અને ૮ જેટલા રિયલ એસ્ટેટ ડેવલપર્સ વચ્ચે MoU થયા
રૂ. ૭,૪૬૦ કરોડનું રોકાણ - ૪,૭૫૦ થી વધુ રોજગાર અવસર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આગામી જાન્યુઆરી-૨૦૨૪ માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦ મી સીરીઝનાં પ્રારંભ પૂર્વે જ વિવિધ ઉદ્યોગ જુથો સાથે MoUનો ઉપક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વેગવંતો બન્યો છે.
રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ આવા MoU વિવિધ ઉદ્યોગો સાથે કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે તેમાં અત્યાર સુધીમાં ૩૯ MoU રૂ. ૧૮,૪૮૬ કરોડના સંભવિત રોકાણો માટેના થયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ શૃંખલામાં આગળ વધતા રાજ્યમાં સ્માર્ટ એન્ડ સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગે પણ વાઇબ્રન્ટ સમિટ પૂર્વાર્ધ રૂપે રિયલ એસ્ટેટ ડેવલપર્સ ...