

આ શાક માર્કેટ પરીસરમાં પાર્કિંગ, શૌચાલય સહિતની તમામ જરૂરી ગ્રાહકલક્ષી સ્વચ્છ સગવડ ઉપલબ્ધ છે જેને નગરજનો તેનો લાભ લઈ રહ્યા છે……….Vegetable Markets in Ahmedabad:
અમદાવાદ હોય કે પછી અન્ય કોઈ શહેર આપણને રસ્તા પર શાકભાજીનો વ્યવસાય કરતા અને વિક્રેતાઓ મળી જશે. ઉનાળા, ચોમાસું અને શિયાળા દરમિયાન આ વિક્રેતાઓને અનેક મુશ્કેલીઓ વેઠવી પડતી સાથોસાથ શાકભાજી ખરીદનારાઓને પણ ટ્રાફિકનો સામનો કરવો પડતો અથવા તો એ વિક્રેતા પાસે જે શાક ઉપલ્બધ હોય તે લેવું પડતું પરંતુ હવે અમદાવાદ શહેરમાં આ તમામ બાબતમાંથી છૂટકારો મળી રહ્યો છે. કારણ કે મહાનગર પાલિકા દ્વારા એક જ છત નીચે વૈવિધ્યસભર શાકભાજી ખરીદી શકાય અને વેંચી શકાય એ માટે શાક માર્કેટ બજાર ઉભા કરવામાં આવ્યા છે. જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે…..આ વિસ્તારોમાં શાક માર્કેટ ઉભી કરાઈ
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ પ્રહલાદનગર ગાર્ડનની પાછળ શાક માર્કેટ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ગોતામાં દેવનગર ગામ પાસે શાક માર્કેટ ઉભી કરાઈ છે. પ્રહલાદનગર ગાર્ડન, જોધપુર ખાતે શાક માર્કેટ ઉભી કરાઈ છે. તેમજ મોટેરા ખાતે શાક માર્કેટ શરૂ કરવામાં આવી છે. આ શાક માર્કેટ પરીસરમાં પાર્કિંગ, શૌચાલય સહિતની તમામ જરૂરી ગ્રાહકલક્ષી સ્વચ્છ સગવડ ઉપલબ્ધ છે જેને નગરજનો તેનો લાભ લઈ રહ્યા છે….શાકભાજી ખરીદવા આવેલા એક મહિલાએ પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શાક માર્કેટની અહીં સારી એવી વ્યવસ્થા કરી છે. બધા શાકવાળાઓને જગ્યા ફાળવવામાં આવી છે. અહીં સ્વચ્છતા પણ જળવાયેલી જોવા મળી રહી છે.પાર્કિંગની વ્યવસ્થા સારી છે. શાકભાજીનો વ્યવસાય કરતા એક વેપારીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા અમને પથારા ફાળવી આપ્યા છે. બધી સુવિધા કરી આપી છે. પાર્કિંગ અને શોચાલયની સુવિધા કરી આપી છે.