
બરોડા મેનેજમેન્ટ એસોસિએશન (BMA) વડોદરા દ્વારા ડયુઅલ ઇવેન્ટ કે જેમાં 34મું વાર્ષિક મેનેજમેન્ટ કન્વેન્શન “સસ્ટેનેબલ ફ્યુચર માટે ગ્રીન એનર્જી” થીમ આધારિત અને BMA ઓપન ચેસ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારના ખેલ મહાકુંભ ને પુરક ગુજરાતની શ્રેષ્ઠ ચેસ પ્રતિભાઓએ તેમની રમતનું પ્રદર્શન કર્યું હતું .
1957માં સ્થપાયેલું, બરોડા મેનેજમેન્ટ એસોસિએશન (BMA) એ એક નોન પ્રોફીટ ઓર્ગેનાઈઝેશન છે જે મેનેજમેન્ટ પ્રથાઓને પ્રોત્સાહન આપવામાં અને સમુદાયના આર્થિક અને સામાજિક વિકાસમાં યોગદાન આપવામાં મોખરે રહી છે.

આ ખૂબ જ અપેક્ષિત ઇવેન્ટ BMA ના ખંતીલા ગતિશીલ પ્રમુખ અને એન્યુઅલ મેનેજમેન્ટ કન્વેન્શન કમિટી (AMC) ના અધ્યક્ષ મુકુંદ પુરોહિતના દૂરંદેશી નેતૃત્વ હેઠળ યોજાઈ રહી છે. બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ મુકુંદ પુરોહિતે જણાવ્યું હતું કે, એનર્જી પરની ચર્ચા એ વડાપ્રધાનના ક્લાઈમેટ ચેન્જ અંગેના વિઝનને પ્રોત્સાહન આપી ગ્રીન એનર્જી સેક્ટરને આગળ વધવામાં મદદ કરશે તથા આ રોમાંચક ચેસ ટુર્નામેન્ટનો હેતુ તમામ વય જૂથોના સહભાગીઓમાં બૌદ્ધિક વૃદ્ધિ અને વ્યૂહાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપી ટેલેન્ટને બહાર લાવવાનો છે. જે રાજ્ય સરકાર ના ખેલ મહાકુંભ સંદર્ભે પણ પ્રતિભા ખોજ માટે પુરક ઇવેન્ટ બની રહેશે. મેનેજમેન્ટ અને ચેસના એક અનોખા જોડાણને આ ઇવેન્ટ થકી પ્રતિભા અને સમુદાયને જટિલ વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે BMAની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે.
વડોદરાના યુવા સાંસદ ડો.હેમાંગભાઈ જોષી, ક્રિકેટર કિરણ મોરે તથા વડોદરા ભાજપ પ્રમુખ વિજય શાહએ ગ્રીન એનર્જી ઇવેન્ટને ખુલ્લી મુકી હતી કે, બરોડા મેનેજમેન્ટ એસોસિએશન BMA સાથે પોતાના નાતો હોવાનું જણાવતાં વડોદરાના યુવા સાંસદ ડો.હેમાંગભાઈ જોષી, કહ્યું હતું કે, વડોદરા શહેરમાં યુવાનોને આકર્ષવા ચેસ ઈવેન્ટ જેવી એકટીવીટી સતત થવી જોઈએ સાથે ગ્રીન એનર્જી ઇવેન્ટ અંગે તેમણે ઉમેર્યું હતું કે,ભારત સરકાર આ ક્ષેત્રમાં આગળ જઇ રહી છે તે જોતાં સારી પોલીસી અને ઈમ્પલીમેન્ટને કારણે વર્લ્ડ લીડર બનીશું. આ પ્રસંગે જાણીતા ક્રિકેટર કિરણ મોરેએ ઉલ્લેખ કર્યો હતો કે, વડોદરા સતત રમતગમત ક્ષેત્રે આગળ રહ્યુ છે અને BMA જેવી સંસ્થાના પ્રયાસ બીરદાવવા જેવા છે.