
ઝોડિયાક એનર્જી લિમીટેડે સોલાર પાવર ક્ષેત્રે રૂ ૩૦૦૦ કરોડના રોકાણ માટે રાજય સરકાર સાથે કરાર કર્યા
ઝોડિયાક એનર્જી લિમીટેડે સોલાર પાવર ક્ષેત્રે રૂ ૩૦૦૦ કરોડના રોકાણ માટે રાજય સરકાર સાથે કરાર કર્યા.અમદાવાદ સ્થિત સોલાર ઉર્જાક્ષેત્રે છેલ્લા ત્રણ દાયકાથી કાર્યરત ઝોડિયાક એનર્જી લિમીટેડ કંપની વિવિધ ત્રણ પ્રોજેક્ટસ હેઠળ કુલ રૂ ૩૦૦૦ કરોડનું ગુજરાતમાં રોકાણ કરશે, જેના થકી આગામી વર્ષોમાં ૩૦૦૦ વ્યકિતઓને રોજગારી મળશે. વાઇબ્રન્ટગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ સંદર્ભે ઝોડિયાક એનર્જી લિમીટેડે રાજય સરકારના ઉર્જા વિભાગ સાથે એમઓયુ કર્યા છે.
ગુજરાત સરકાર દ્વારા RE પોલિસી 2023 ની તાજેતરની જાહેરાતને ધ્યાનમાં રાખીને ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં જબરદસ્ત વૃદ્ધિનું સાક્ષી બનવા માટે તૈયાર છે. આ પોલીસી રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનની જમાવટને વેગ આપવા માટે ખૂબ જ પ્રગતિશીલ દૃષ્ટિકોણ અને પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરવાને પ્રમોટ કરવાની સાથે તે ઉદ્યોગો માટે લાભદાયી છે.
ઝોડિયાક એનર્જી લિમીટેડના...