ઝોડિયાક એનર્જી લિમીટેડે રૂ. 154 કરોડનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સોલાર પ્રોજેકટ ઓર્ડર મેળવ્યો
અમદાવાદ સ્થિત ઝોડિયાક એનર્જી લિમીટેડને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોલાર પ્રોજેકટ સ્થાપવા માટે રૂ. 154 કરોડનો ઓર્ડર આપવામાં આવ્યો છે. તેમ ઝોડિયાક એનર્જી કંપનીએ સ્ટોક એક્સચેંજને જણાવ્યું હતું. ઝોડિયાક એનર્જી લિમીટેડને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તરફથી ગુજરાત રાજ્યમાં 30MW ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ્સની ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ માટેનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જેમાં 5 વર્ષ માટે ઇરેક્શન, ઓપરેશન અને મેઇન્ટેનન્સ અને લીઝ/પેટાલીઝનો સમાવેશ થાય છે. આ 30MW ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ્સ પ્રોજેકટની કોસ્ટ રૂ. 154.27 કરોડ થાય છે. ઝોડિયાક એનર્જી લિમીટેડના ચેરમેન કુંજ શાહે ઓર્ડર અંગે જણાવ્યું હતું કે, અગાઉ માર્ચ મહિનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તરફથી ગુજરાત રાજ્યમાં 30 MW ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટ્સની ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ...






